દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વ–ગણતરી પ્રક્રિયાને લઈને જનજાગૃતિ વધારવા માટે નાગરિકોને ઓનલાઈન ભાગીદારી કરવા અપીલ કરવામાં આવી છે.આ સંદર્ભે જણાવાયું છે કે, ઓનલાઈન માધ્યમથી સ્વ–ગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે અને હવે ગુજરાતના તમામ નાગરિકોને આગામી તા. ૩૧ મે સુધીમાં તય.ભયક્ષતીત.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર જઈ પોતાની નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ ડિજિટલ વસ્તી ગણતરી દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સચોટ આંકડાઓના આધારે સરકાર ભવિષ્યની યોજનાઓ અને નીતિઓ વધુ અસરકારક રીતે ઘડી શકશે. હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્રારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આ રાષ્ટ્ર્રીય કવાયતને સફળ બનાવવા વધુમાં વધુ લોકો ઓનલાઈન સ્વ–ગણતરી પ્રક્રિયામાં જોડાઈ જવાબદાર નાગરિક તરીકે પોતાની ભાગીદારી નોંધાવેલ છે