BREAKING NEWS

હળવદ: મયુરનગરમાં રામદેવપીર મંદિર ખાતે લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ

  • May 13, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ તાલુકાના મયુરનગરમાં રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિા મહોત્સવનો યોજાયો હતો. સમસ્ત મયુરનગર ગામ તથા રામામંડળ દ્રારા ત્રિદિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ ભજન–ભકિત–ભોજનનો ત્રિવેણી સંગમ યોયો હતો. રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક માહોલ જામ્યો હતો. મંદિરના પટાંગણમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સાહિત્યકાર દેવાયત ખવડ. સાગરદાન ગઢવી સહિતના કલાકારો પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દેવાયત ખવડે પોતાના સંબોધનમાં આઈ  રામબાઈ નું જન્મ સ્થળ છે મયુરનગર અને આહીર નો આશરો અને બિલીદાનો વીર પુષોના જીવનમાંથી આજના યુવાનોને ઘણું શીખવા જેવું છે. યુવાનોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. લોકડાયરામાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ લાખો પિયાનો વરસાદ કર્યેા હતો. આ કાર્યક્રમમાં  અનેક સંતો મહંતો રાજકીય, સામાજિક, ઉધોગપતિઓ, બિલ્ડરો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામામંડળ તેમજ સમસ્ત મયુરનગર ગામ દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application