દેશની લગભગ અડધોઅડધ યુવા મહિલાઓ ઓ કોઈ કાર્ય સાથે સંકળાયેલી નથી. તે ન તો ભણે છે, ન નોકરી કરે છે કે ન તો કોઈ તાલીમ લઈ રહી છે. આંકડા મંત્રાલયના અહેવાલ મુજબ, યુવા વસ્તીના મોટા ભાગની પાસે ન તો કોઈ કામ છે અને ન તો તેઓ પોતાને ડેવલપ કરી રહ્યા છે. આંકડા મંત્રાલયના વાર્ષિક મોડુલર સર્વે ૨૦૨૨–૨૩ (સીએએમએસ રિપોર્ટ) અનુસાર, ૧૫ થી ૨૯ વર્ષની વયની લગભગ ૪૪.૬ ટકા મહિલાઓ પાસે કોઈ કામ નથી. તે કુશળ અથવા આત્મનિર્ભર બનવા માટે કઈં કરી રહી નથી. સમાન વય જૂથના ૮ ટકા પુષોની પણ આવી જ સ્થિતિ છે.
આ આંકડો વધુ ચિંતાજનક છે કારણ કે ભારતમાં ૧૫–૨૯ વર્ષની વય જૂથમાં સૌથી વધુ યુવાનો છે. એક અંદાજ મુજબ, દેશમાં લગભગ ૩૮ કરોડ વસ્તી આ વય જૂથમાં છે, જેમાંથી દેશની ૪૮ ટકા વસ્તી ૧૫ થી ૧૫ વર્ષની વચ્ચેની મહિલાઓ છે.
૨૯ વર્ષની વયની ૧૮.૫ કરોડ છોકરીઓ છે. તેમાંથી ૪૪.૬ ટકા નિષ્ક્રિય છે અથવા તાલીમથી દૂર છે. આનો અર્થ એ થયો કે ૮ કરોડથી વધુ મહિલાઓ અર્થતંત્રને મજબૂત કરે એવું કઈં કરી રહી નથી. આ સંખ્યા જર્મનીની સમગ્ર વસ્તી જેટલી છે.
શહેર હોય કે ગામ, મહિલાઓની સ્થિતિ સરખી જ છે. ગ્રામીણ વિસ્તારોમાં, ૮.૪ટકા યુવાનો અને ૪૬.૬ટકા છોકરીઓ ઉપરોકત ત્રણમાંથી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ નથી. શહેરી વિસ્તારોમાં આવા યુવાનો ૭.૧ટકા અને છોકરીઓ ૩૯.૮ટકા છે. નિષ્ણાતોના મતે, આ રિપોર્ટ દર્શાવે છે કે અત્યારે પણ શિક્ષણમાં મહિલાઓ સાથેના ભેદભાવનું અંતર વધુ છે. જો તેઓ શિક્ષિત નહીં હોય, તો તેઓ તાલીમ અને રોજગારના આગળના તબક્કામાં પાછળ રહેશે. ૮ ટકા અને ૪૫ ટકાનો આ ગેપ આ દર્શાવે છે. રાષ્ટ્ર્રીય સ્તરે ૨૫.૬ટકા યુવાનો શિક્ષણ, તાલીમ અને રોજગારથી દૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech