હળવદ: બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ફરી એક વખત જમીનદોસ્ત

  • August 30, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ તાલુકાના મયુરનગર ગામનો પુલ છેલ્લ ા પાંચ વર્ષથી સાવ બિસ્માતમાં હાલત માં છે અનેકવાર ગ્રામજનો દ્રારા રજૂઆત કરવા આવી છતાં પણ તત્રં દ્રારા આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી અને દર ચોમાસે આ ચાર ગામોના લોકોને ભારે મુશ્કેલી પડે છે.આખરે કંટાળી ગામના યુવાનો અન ગ્રામ પંચાયત સ્વભંડોમાંથી  ૨.૨૫ લાખના ખર્ચે જર્જરિત પુલનું સમારકામ  કરાવ્યું હતું.
હળવદ તાલુકાના મયુરનગર  રાયસગપર ગામને જોડતો પુલ છેલ્લ ા ૨૫ વર્ષથી વધુ સમયથી લોકોને માથાના દુખાવા સમાન બની ગયો છે, આ પુલ ૧૯૯૮માં સરકાર દ્રારા બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ ૨૦૦૬માં આ પુલ તૂટી ગયો હતો જેનું સમરાકામ ૨૦૧૨માં સરકાર દ્રારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પુલ ૨૦૧૮માં ફરી પાછો તૂટી ગયો હતો જેનુ સ્મારકામ ગ્રામજનો દ્રારા કરવામાં આવ્યું હતું. લોકોને જીવન જરિયાત વસ્તુ લેવા હળવદ આવન જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સરપચં મનસુખભાઈ મકવાણા અને આગેવાનો યુવાનો  દ્રારા પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું આ ગામનો તમામ વહીવટ મયુરનગરમાં થાય છે જેમાં સરકારી દવાખાનું પોસ્ટ ઓફિસ સૌરાષ્ટ્ર્ર ગ્રામીણ બેંક હાયર સેકન્ડરી સ્કૂલ બીએસએનલ ઓફિસ વગેરે કચેરીઓ આવેલી હોવા છતાં પણ તત્રં આખં આડા કાન કરે છે અને લોકો છેલ્લ ા ૨૫ વર્ષથી વધારે આ પુલના  કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે વાહન ચાલકો. સ્કૂલ ના વિધાર્થીઓ, તેમજ કોઈ સ્મશાનક્રિયા જવાનું થાય તો ભારે મુશ્કેલી વેઠવી પડે છે.  બ્રાહ્મણી ૨ ડેમનું  પાણી છોડાતા બ્રાહ્મણી નદીપર આવેલ બેઠો પુલ ધરાશયી થતા રસ્તો બધં થવાના કારણે લોકો પરેશાન થયા હતા, ચાર ગામ  સંપર્ક વિહોણા બન્યા હતા થયા હતા, વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. તંત્રને અનેક રજૂઆતો છતાં આખં આડા કાન કરીને મીઠી નિંદર માણી રહ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કર્યેા હતો.પુલ ધરાશયી થતા વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ગામની જો કોઈપણ વ્યકિતને તાત્કાલિક હોસ્પિટલ ઈમરજન્સી જવાનું હોય તો હોસ્પિટલ કઈ રીતે જવું તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. તો તત્રં દ્રારા આ પુલનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માગણી ઉઠવા પામી છે


રાજકીય નેતાએ ચૂંટણી ટાણે ચાંદ બતાવે છે
આજ દીન  સુધી  ચુંટણી ટાણે અનેક રાજકીય નેતાઓ હથેળીમાં ચાંદ બતાવી  માત્ર ને માત્ર ઠાલા વચન દઈને ગયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યેા હતો. આ બાબતે મોરબી જિલ્લ ા આરએમબી નાયબ  કાયેપાલક  ઈજનેર એસ.બી કડીવાર ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે કામ કરવાની કાર્યવાહી હતી. બ્રાહ્મણી નદીનો પુલ ધરાશયી થવાના કારણે સ્કૂલે જાતા વિધાર્થીઓ,સ્મશાન ક્રિયામાટે, ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, ચાર ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application