અભિનેત્રી દીશા પટણીએ કાર્યક્રમમાં હાજરી આપતા લોકોમાં ખુશીનો માહોલ: સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભવ્ય સફળ આયોજન: બ્રિજરાજદાન ગઢવી અને સાગરદાન ગઢવીના લોકગીતો ઉપર દર્શકો મોહી પડયા: ઓખામંડળની દ્વારકેશ ઇલેવન બની ચેમ્પીયન: સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધા યોજાઇ
દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત બને તેવા ઉદ્દેશથી સશક્ત યુવા પેઢીના નિર્માણની દિશામાં પ્રેરક પગલાના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી “સાંસદ ખેલ મહોત્સવ” ના આયોજન માટે થયેલા આહવાનને અનુરૂપ ૧૨ જામનગર-દ્વારકા લોકસભા વિસ્તારના લોકો માટે હાલારના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા “સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૪થી કરવામાં આવ્યો હતો, જેના કર્ટેન રેઈઝન કાર્યક્રમ વખતે પ્રથમ ચરણમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થયેલ હતું. જેમાં રેકોર્ડ બ્રેક ૩૮૪ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રામ ઈલેવન- જામનગર તથા દ્વારકેશ ઈલેવન ઓખા મંડળ વચ્ચે રસાકસી ભર્યા ફાયનલ મેચમાં દ્વારકેશ ઈલેવન- ઓખામંડળ ચેમ્પિયન બની હતી.
બીજા ચરણમાં ઓલમ્પીક્સની રમતો એથલેટીક્સ, વોલીબોલ, કબ્બડી, ખો-ખો તથા પરંપરાગત રમતો રસ્સા ખેંચ, કોથળા દોડ, નારગોલ, લીંબુ-ચમચી અને સંગીત ખુરશી જેવી રમતો, અલગ-અલગ વય જૂથના પૂરૂષ-મહિલા વિભાગની રમતો ગ્રામ્ય, તાલુકા ઝોન કક્ષાએ તા.૦૨ માર્ચ ના રોજ સીદસર ખાતેથી તાલુકા કક્ષાની રમતોનો શુભારંભ સાંસદ પુનમબેન માડમના વરદ હસ્તે કરાયેલ હતો, જેની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ આજ સાંસદ કક્ષાએ જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.
આ સમગ્ર ખેલ મહોત્સવમાં ૮૨,૦૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો, જેમાં મહિલા વિભાગમાં ૩૯૫ અને પૂરૂષ વિભાગમાં ૩૭૦ મળી કૂલ ૭૬૫ સ્પર્ધકો વિજેતાઓ બન્યા હતા. તેઓને ટ્રોફી, સર્ટીફીકેટ એનાયત કરાયેલ હતા.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર સાંજે ૦૫:૦૦ વાગ્યાથી ભવ્ય સમાપન સમારોહ સાંસદશ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાયેલ હતો, આ કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ બોલીવુડ અભિનેત્રી ફિટનેસ આઇકોન દિશા પટણી, લોક ગાયક જીગરદાન ગઢવી તથા બ્રીજરાજદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૫૦થી વધુ કલાકારોના રંગારંગ કાર્યક્રમ, લાઈટ શો અને ભવ્ય આતશબાજી સાથે ઐતિહાસિક સમારોહનું સુંદર આયોજન થયેલ હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના વન પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ અને વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા અને લાલજીભાઈ સોલંકી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરા અને મયુરભાઈ ગઢવી, શીપીંગયાર્ડ ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નીલેશભાઈ કગથરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિહ ચુડાસમા, જીલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ ધરમશીભાઈ ચનીયારા અને પાલભાઈ કરમુર, જામનગર માર્કેટિંગ યાર્ડ ચેરમેન પ્રવીણસિહ ઝાલા, કોમર્શીયલ બેંક ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ મેયરઓ બીનાબેન કોઠારી, હસમુખભાઈ જેઠવા, દિનેશભાઈ પટેલ અને પ્રતિભાબેન કનખરા, જીલ્લા ભાજપ પૂર્વપ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, દુધસંઘના ચેરમેન કાંતિભાઈ ગઢિયા, ભાજપા શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા સંગઠન મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિહ જાડેજા, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, પૂર્વ મહામંત્રી વિનોદભાઈ ભંડેરી, પ્રદેશ યુવા ઉપપ્રમુખ હરેન્દ્રસિહ ગોહિલ, ખંભાળિયા શહેર અધ્યક્ષ અનિલભાઈ તન્ના, તાલુકા પંચાયત જામનગર પ્રમુખ કાન્તીભાઈ દુધાગરા, લાલપુર પ્રમુખ દિલીપસિહ જાડેજા અને ખંભાળિયા પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, વિવિધ એસોસીએશનો અને સમાજોના હોદ્દેદારો સર્વ મનસુખભાઈ રાબડીયા, માવજીબાપા નકુમ, લાખાભાઈ કેશવાલા દિનેશભાઈ ડાંગરિયા, જમનભાઈ તારપરા, ગાંડુંબાપા ડાંગરિયા, તુલસીભાઈ ગજેરા, સી.આર.જાડેજા, મુળુભાઈ કંડોરિયા, વી.ડી.મોરી, કિરીટભાઈ મહેતા, દેવુભાઈ ગઢવી, ભરતભાઈ દલસાણીયા, મુકુન્દભાઈ સભાયા, સંજયભાઈ ડાંગરિયા, મસરીભાઈ નંદાણીયા, સમીરભાઈ શુક્લા, મગનભાઈ ભોજાણી, સુરેશભાઈ વસરા, જીલ્લા પંચાયત સદસ્યઓ સર્વ વિનુભાઈ વાડોદરિયા, સુરુભા જાડેજા, લગધીરસિહ જાડેજા, હર્ષદીપભાઈ સુતરીયા,હિતેશભાઈ પીંડારિયા, જગાભાઇ ચાવડા તેમજ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ વિવિધ તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ અને એસ.એ.જી કોચ ડો.રાણા જીલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, વિવિધ રમતના કોચ, રેફ્રીઓ, પી.ટી. ટીચર, ખેલાડી ભાઈ-બહેનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ખેલે તે ખીલેની ભાવનાથી જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ ખુબજ સફળ રહ્યો છે, જેનો ભવ્ય રંગારંગ સમાપન સમારોહ સંપન્ન થયેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech