આજે જામનગરમાં શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત હાલારી રાસ યોજાશે

  • December 02, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જામનગરમાં શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત હાલારી રાસ યોજાશે

ગઝલ કાર્યક્રમ અને હાસ્ય દરબારમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો 

જામનગરમાં  પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે કલાતીત હોટલ ખાતે ગઝલ કાર્યક્રમ તેમજ પ્રસ્તાવ સ્થળે હાસ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુ.હરિરાયજી મહોદય દ્વારા આશીર્વચન પઠવામાં આવ્યા હતા.આજરોજ તારીખ ૨/૧૨/૨૪ ના  શુભ વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમ સ્થળ ખાતે એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, મેદાન મેહુલ નગર ટેલિફોન એક્સચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, જામનગર ખાતે હાલારી રાસનું ભવ્ય આયોજન કરાયું છે. 
  
પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તેમજ વજુભાઈ પાબારી એ વૈષ્ણવોને લાભ લેવા અનુરોધ કર્યો છે. 

તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihavelijamnagar ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva.sangathan પરથી કરવામાં આવશે. વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. ૯૮૨૪૨ ૯૭૨૩૨ તથા ૯૪૨૮૩ ૧૫૭૫૮ ઉપર સંપર્ક કરવો.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application