ખંભાળિયામાં ક્ષત્રિયોના દેખાવો પાછળ હકુભા?

  • April 10, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્રારકા જિલ્લ ાના ખંભાળિયા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં દ્રારકેશ કમલમ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્રારા કરવામાં આવેલા દેખાવ અને કાળા વાવટા ફરકાવવાની ઘટનાની ગંભીર નોંધ ભાજપ હાઇ કમાન્ડ દ્રારા અતિ ગંભીરતાથી લેવામાં આવી છે.આ મુદ્દે હકુભા શંકાની સોય તાકવામા આવી રહી છે.આ ઘટનાક્રમની તપાસનું પગેં આ વિસ્તારના ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા અને તેના સમર્થકો સુધી તો પહોંચતું નથીને તેની તપાસ ગાંધીનગર ખાતેથી થઈ રહી છે.

ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજપૂત સમાજની વાડીમાં બેઠક યોજી હતી અને ત્યાં મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. ત્યાંથી તેઓ મોટા ટોળાં સ્વરૃપે સમારોહના સ્થળે પહોંચી ગયા હતાં.ભાજપના સ્થાપના દિવસે ખંભાળીયા મા દ્રારકેશ કમલમ કાર્યાલયના ઉદઘાટન સમયે ખંભાળિયામાં ૪૦૦–૫૦૦ જેટલા ક્ષત્રિય યુવાનો સહિતના લોકો કાળા વાવટા, રૃપાલા વિરૃદ્ધના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા કરતા સમારોહના સમિયાણામાં અંદર પહોંચી ગયા હતાં. થોડીવાર માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સમારોહના સ્થળે બાંધેલા સમિયાણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોની એન્ટ્રી થઈ ગઈ, વિરોધ સાથે કાળા વાવટ ફરકયા, ખુરશીઓની ફેંકાફેંકી થઈ, સૂત્રોચ્ચાર થયા ત્યાં સુધી ત્યાં બંદોબસ્તમાં રહેલો પોલીસ સ્ટાફ ટૂંકો પડો હતો અને આ સ્થિતિની જાણ થતા જ જિલ્લ ા પોલીસ વડા નિતેશ પાંડે કાર્યક્રમના સ્થળે દોડી ગયા હતાં અને દેખાવકારોને બહાર કાઢા હતાં. પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડા પછી દ્રારકેશ કમલમનો ઉધ્ઘાટન સમારોહ શરૃ થઈ શકયો હતો.

આ કાર્યાલયના ઉધ્ઘાટન સમારોહમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ મહામંત્રી ઉપરાંત રાયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય અને આ વખતની ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ તથા ભાજપના અન્ય સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર હતાં.

ક્ષત્રિય સમાજ દ્રારા થયેલા દેખાવ–ધરણાં અને કાળા વાવટા ફરકાવવાની ઘટનાને ભાજપ હાઈકમાન્ડે અત્યતં ગંભીરતાથી લીધી છે. આ ઘટનાક્રમની તપાસના પગેં આ વિસ્તારના ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા અને તેમના સમથર્ક લોકો તો નથીને તેની તપાસ ગાંધીનગર ખાતેથી થઈ રહી છે.
હાલાર પંથકના દેવભૂમિ દ્રારકા અને જામનગરના ખંભાળિયા સહિતના તાલુકા કક્ષાના ક્ષત્રિય આગેવાનોને ગાંધીનગર કમલમ ખાતેથી આ ઘટનાક્રમ પાછળ કોણ જવાબદાર છે? એ અંગેની પૂછપરછ કરાઈ હતી. નવાઈની વાત એ છે કે, સી.આર.પાટીલ સાથે આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્ત્વ હોવાનો દાવો કરતા હકુભા જાડેજા જેવા નેતાઓ ઉપસ્થિત હોવા છતાં આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે એ અંગે પ્રદેશ મોવડીઓએ આશ્ચર્ય વ્યકત કયુ હતું.

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ અને જિલ્લા પંચાયત ઉપર કબજો જમાવનારા ક્ષત્રિય આગેવાનોના ઈશારે આ ઘટના તો નથી બનીને? શું તેમની જાણ બહાર આ બની શકે? આ પ્રકારનો કાંડ થઈ શકે? અત્રે ઉલ્લ ેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ પાલા સામે રાજકોટથી શ થયેલો વિરોધ વંટોળ

 રાયમાં અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખંભાળિયા જેવા તાલુકા મથકે દ્રારકેશ કમલમનું ઉદઘાટન કરવા જતા હોય ત્યારે એ જ વિસ્તારમાંથી આગળ આવેલા હકુભા જેવા નેતાઓની ઉપસ્થિતિમાં આ પ્રકારનું તોફાન શી રીતે થઈ શકે આ તમામ સવાલો હકુભા ને શંકાના દાયરામા લાવી દીધા છે.

અત્રે નોંધવું જરી છે કે હકુભાને ભાજપે અગાઉ ક્ષત્રિય આંદોલનમાં સૌરાષ્ટ્ર્ર વિસ્તારમાં ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપી હતી, પરંતુ હવે નિષ્ફળતા ઉડીને આંખે વળગે છે એમ પ્રદેશ ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ એવું માનવામાં આવે છે કે હકુભા ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે જોડતી મુખ્ય કડી છે ત્યારે આવી કોઇ બાબત પર આશંકા ના કરી શકાય, આ મામલે હાઈ કમાન્ડ દ્રારા આઇબીને એલર્ટ આપવામાં આવ્યું છે અને સચોટ રિપોર્ટ મળીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકશે.

હકુભાના દોરીસંચારની  વાત પાયા વિહોણી: સૂત્ર
ક્ષત્રિય સમાજ દ્રારા ખંભાળીયામાં કરવામાં આવેલા દેખાવો પાછળ હકુભા જાડેજાનો કોઇ દોરીસંચાર હતો નહીં, તેમ જામનગર અને દેવભુમિ દ્રારકા જિલ્લાના રાજકારણના કેટલાક આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News