આઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા

  • May 19, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઇ તા.૧૦–૦૫–૨૦૨૫ના રાત્રીના એકાદ વાગ્યાથી તા.૧૦–૦૫–૨૦૨૫ના સવારના નવેક વાગ્યા સુધીમા કોઇપણ સમય દરમ્યાન ફરી.ના ગેરેજે રીપેરિંગમા આવેલ ખુલ્લ ામા પડેલ ડમ્પર રજી.નં.જીજે–૧૩એટી–૧૩૭૫માં યુરો પ્લસ લખેલ બે બેટરી તથા આઇશર ટ્રક રજી.નં.જીજે–૧૪ એકસ–૮૯૯૩ માં એવર ઝોન લખેલ એક બેટરી તથા આઇસર ટ્રક રજી.ન. જીજે–૦૩ ડબલ્યુ–૮૪૬૬માં જેટ લખેલ એક બેટરી જેતે ટ્રક તથા આઇસરની કેબીનમા પડેલ હોય તે ચારેય બેટરીઓ કિ..૩૬ હજારની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ લખાવતા જે ફીરયાદ ધોરાજી તાલુકા પો.સ્ટે. બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો રજી. થયેલ હતો.
આ ઉપરોકત બનાવ બનેલની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમા સંડોવાયેલ આરોપીને તાત્કલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ જે અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એલ.આર.ગોહીલે ધોરાજી તાલુકા પોલીસ ટીમનાં એ.એસ.આઇ જયેશભાઇ બાંટવા, પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ પઢીયાર, જગદિશભાઇ સુવાણ તથા પો.કોન્સ. ઈશિતભાઈ માણાવદરીયા એમ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલીક આરોપી પકડી પાડવા સુચના આપેલ હોય જેથી હ્યુમન સોર્સના માધ્યમથી હકીકત મેળવી ઉપરોકત ગુન્હામા ચોરાયેલી બેટરી સાથે ત્રણ ઇસમોને પકડી પાડી મજકુર આરોપીઓને ધોરાજી તાલુકા પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં સબીરશા ઉર્ફે બબલુ મહમદશા સર્વદી જાતે ફકીર રહે ધોરાજી જુના ઉપલેટા રોડ રસુલપરા તા. ધોરાજી જી.રાજકોટ, સકિલ મકસુદભાઇ સોઢા જાતે સંધી રહે ધોરાજી જુના ઉપલેટા રોડ મરધા કેન્દ્ર પાસે તા. ધોરાજી જી.રાજકોટ, અમીન ઉર્ફે નાનીયો સલીમભાઇ રાવકુડા જાતે સંધી રહે ધોરાજી જુના ઉપલેટા રોડ મરધા કેન્દ્ર પાસે તા. ધોરાજી જી.રાજકોટનો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application