હેર ટ્રીટમેન્ટ આવી રીતે કિડનીને પહોંચાડી શકે છે નુકસાન, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

  • June 05, 2024 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ લોકો પોતાના વાળને વધુ સુંદર બનાવવા માટે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ફ્રિઝી વાળથી છુટકારો મેળવવા, તેને વધુ ચમકદાર, સીધા અને સિલ્કી બનાવવા માટે મહિલાઓ દર 6 મહિને આ ટ્રીટમેન્ટ લે છે. તે અમુક અંશે ફાયદાકારક પણ છે પરંતુ વાળની ​​સુંદરતામાં વધારો કરતી આ ટ્રીટમેન્ટ શરીરના ઘણા ભાગો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. એક સંશોધન મુજબ કેરાટિન ટ્રીટમેન્ટ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.


કેરાટિન સારવાર કેટલી હાનિકારક છે?

અહેવાલમાં જણાવાયું છે કે કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ગ્લાયકોક્સીલિક એસિડ હોય છે, જે કિડનીમાં થતા નુકસાનને ઝડપથી વધારી શકે છે. સંશોધકોએ ઈઝરાયેલમાં આવા 26 દર્દીઓની ઓળખ કરી હતી જેમણે કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગનો ઉપયોગ તેમના વાળને સ્ટ્રેટ કરવા માટે કર્યો હતો. તે તમામને કિડનીમાં ગંભીર ઈજા થઈ હતી. આમાંથી 7 દર્દીઓની કિડનીની બાયોપ્સી કરવામાં આવી હતી. જેમાંથી 6માં ટ્રેટ્યુબ્યુલર કેલ્શિયમ ઓક્સાલેટ ડિપોઝિશન જોવા મળ્યું હતું અને એકને ટ્યુબ્યુલર કોશિકાઓમાં માઇક્રોકેલ્સિફિકેશન થયું હતું.


કેરોટીન સારવારની કિડની પર શું અસર થાય છે?

કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ફોર્માલ્ડિહાઇડ જોવા મળતું હતું. જેની વાળ, આંખો અને ત્વચા પર વિપરીત અસર થતી હતી. બાદમાં ફોર્માલ્ડીહાઈડને ગ્લાયકોલિક એસિડમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. ત્યારે એવું લાગતું હતું કે તેના કેરાટિન ઉત્પાદનોના ઉપયોગથી કોઈ નુકસાન નહીં થાય. પરંતુ અહેવાલમાં તેના ગેરફાયદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News