હાફિઝ સઈદના અંગત સાથીદાર અબ્દુલ ભુતાવીનું જેલમાં મોત

  • January 12, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના અંગત સાથીદાર માનતા અબ્દુલ સલામ ભુતાવીનું જેલમાં મોત થયાના અહેવાલ ને સાત મહિના બાદ યુએન એ પુષ્ટ્રિ કરી છે. ભુતાવી હાફિઝ સઈદનો વિશ્વાસુ હતો.તેણે મુંબઈ પર હત્પમલા કરવા માટે આતંકીઓને તાલીમ આપી હતી.

આતંકવાદી સંગઠન લશ્કર–એ–તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના નજીકના હાફિઝ અબ્દુલ સલામ ભુતાવીનું પાકિસ્તાનની જેલમાં મોત થયું છે. આ કન્ફર્મેશન ૭ મહિના પછી આવ્યું છે. સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હાફિઝ અબ્દુલ સલામ ભુતાવી હાફિઝ સઈદનો ડિપ્ટી હતો અને તેણે મુંબઈ હત્પમલામાં સામેલ ઓપરેટિવ્સને તાલીમ આપવામાં ભૂમિકા ભજવી હતી.

મળતી માહિતી અનુસાર, યારે હાફિઝ સઈદની અટકાયત કરવામાં આવી ત્યારે ભુતાવીએ ઓછામાં ઓછા બે વખત લશ્કર–એ–તૈયબા અને જમાત–ઉદ–દાવાના કેરટેકર તરીકે કામ કયુ હતું.

હાફિઝ સઈદને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સંભાળ્યુ હતું સંગઠન હાફિઝ સઈદને નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હત્પમલાના થોડા દિવસો બાદ નજરકેદ કરવામાં આવ્યો હતો અને તે જૂન ૨૦૦૯ સુધી કસ્ટડીમાં રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભુતાવી જૂથની રોજબરોજની કામગીરી સંભાળતો હતો અને સંસ્થા વતી સ્વતત્રં નિર્ણયો લેતો હતો. હાફિઝ સઈદની પણ મે ૨૦૦૨માં અટકાયત કરવામાં આવી હતી. ભુટ્ટવીએ મુંબઈમાં આતંકી હત્પમલા માટે ઓપરેટિવ્સને તૈયાર કર્યા હતા. ભુતાવી લશ્કર–એ–તૈયબા અને જમાત–ઉદ–દાવાના મુખ્ય વ્યકિતઓમાં સામેલ હતો. તે સંગઠનના સભ્યોને સૂચના આપતો હતો અને લશ્કર અને જમાત–ઉદ–દાવાના ઓપરેશન માટે ફતવા બહાર પાડતો હતો. તેના ભાષણો દ્રારા, તેણે નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હત્પમલા માટે ઓપરેટિવ્સને તૈયાર કરવામાં મદદ કરી હતી. મુંબઈ હત્પમલામાં ૧૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

ભુતાવી લશ્કર અને જેયુડીના મદરેસા નેટવર્ક માટે જવાબદાર હતો. ૨૦૦૨ના મધ્યમાં, તે પાકિસ્તાનના લાહોરમાં લશ્કર–એ–તૈયબાના સંગઠનાત્મક આધારની સ્થાપનાનો હવાલો સંભાળતો હતો. ભુતાવીનું ૨૯ મે ૨૦૨૩ ના રોજ પંજાબ પ્રાંતના મુરીદકેમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે સમયે તે પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં હતો.તેના મોતના ૭ મહિના પછી આ વિગત સામે આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application