પોરબંદર શહેરભરના ગટરના પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉભરાયને તેની બરાબર સામે આવેલા મંદિરના પટાંગણમાં, ગૌશાળામાં અને અન્નક્ષેત્ર સુધી ઘુસી જાય છે અને તે અંગે ભુતકાળમાં બે વર્ષમાં અનેક વખત પાલિકાના એ વખતના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ અને અંતે હવે આ પ્રશ્ર્નનું નિરાકરણ આવ્યુ છે અને કેનાલ પાસે ખોદકામની કામગીરીનો શુભારંભ થયો છે.
પોરબંદરના ઇન્દિરાનગરથી ઓડદર તરફ જતા રસ્તે રાજવી પાર્ટીપ્લોટ નજીક એ સમયની નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો અને તેમાં શહેરભરની ગટરના ગંદા પાણીનું શુધ્ધિકરણ થાય છે જેમાં આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અવારનવાર ગટરના ગંદા પાણી ઉભરાઇને રોડ ક્રોસ કરી સામે આવેલ પ્રાચીન સિકોતેર માતાજીના મંદિરના પટાંગણમાં ઘુસી જાય છે.છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થતુ હતુ. આ ગંદાપાણી મંદિર પટાંગણ અને ગૌશાળા સહિત અન્નક્ષેત્ર સુધી ફરી વળતા હતા જેના કારણે ગૌધનને રહેવામાં અને ભકતોને મંદિરે દર્શને આવવામાં ખુબજ પરેશાનીનો સામનો કરવો પડતો હતો.
આ મુદે રાજપુત સમાજના પ્રમુખ અને અગ્રણી રાજભા જેઠવા દ્વારા ધ્યાન દોરીને બ ત્યાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરાવીને મંદિરમાં ભકતો ઉપરાંત વ્યવસ્થા સંભાળતા મહંત અને માતાજીને વેઠવી પડતી પરેશાની અંગે વિસ્તૃત રીતે માહિતી આપી હતી.
પોરબંદરના સિકોતેર માતાજીના મંદિરે આવેલ અન્નક્ષેત્ર કાર્યરત છે પરંતુ તેમ છતાં ભકતો પ્રસાદી લઇ શકતા નથી તેનું કારણ એ છે કે ગટરના પાણી અવારનવાર અન્નક્ષેત્રમાં ઘુસી જાય છે અને ત્યાં સુધી પગપાળા જઇ શકાય તેવી પણ પરિસ્થિતિ જણાતી નથી. તેથી યાત્રાળુઓ માટે ભોજન બનાવ્યુ હોય તો પણ ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકો પ્રસાદી લઇ શકતા નથી. તેમ જણાવીને મંદિરના મહંતે પણ આ સમસ્યાનો નીવેડો લાવવા અપીલ કરી હતી.
પ્લાન્ટ પાછળનો પાળો તોડવામાં આવે તો પાણીનો સીધો નિકાલ થઇ જાય તે પ્રકારની રજુઆત રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારની ભૂગોળના જાણકાર લોકોએ જણાવ્યુ હતુ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાછળ પાણીનો નિકાલ થાય છે ત્યાં વચ્ચે પાળો આવેલો છે તેને તોડી પાડવામાં આવે અને ત્યાંથી કેનાલ જેવી વ્યવસ્થા કરી દેવામાં આવે તો નજીકમાં જ આવેલી પથ્થરની પડતર ખાણોમાં તેનો સીધો નિકાલ થઇ શકે તેમ છે. તેથી તે અંગે પણ મહત્વનું સૂચન થયુ હતુ અને અંતે આ મુદ્ે ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆતો બાદ તંત્રએ આ કામનો શુભારંભ કર્યો છે. રાજપુત સમાજના પ્રમુખ રાજભાઇ જેઠવાની ઉપસ્થિતિમાં જ તેમના હસ્તે શ્રીફળ વધેરીને ખોદકામની શઆત કરવામાં આવી છે અને માતાજીના મંદિર સુધી પહોંચતા ગંદા પાણીની ગંભીર સમસ્યાનો બે વર્ષ બાદ અંત આવનાર છે ત્યારે માતાજીના ભકતો અને મંદિરના મહંત સહિત લોકોએ રાજભા જેઠવા અને આગેવાનોનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech