એચ.એમ.પી. કોલોનીથી છાંયા-નવાપરાનો રસ્તો માર્ગ મકાન વિભાગને સોંપીને બનાવાશે પહોળો

  • September 27, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેના નિરાકરણ માટે અમુક નવા રસ્તાઓ બનાવવામાં આવે છે તો અમુક જગ્યાએ રસ્તા પહોળા કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજયના માર્ગ અને મકાન વિભાગને એવી ભલામણ કરી હતી કે,પોરબંદર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે,ત્યારે છાંયાની હદમાં આવતો એચ.એમ.પી કોલોનીના ગેટથી છાંયા-નવાપરા થઈને રઘુવંશી સોસાયટી તરફ જતો રસ્તો અંદાજે સવા ત્રણ કિલોમીટરનો છે.આ રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકશે અને તેના માટે આ રસ્તાને પહોળો કરવો જરૂરી છે તેથી પોરબંદરમાં નગરપાલિકાની જનરલ બોર્ડની સ્પેશિયલ સભામાં તે અંગેનો ઠરાવ પસાર કરીને આ રસ્તો પહોળો કરવા માટે અને માર્ગ મકાન વિભાગને સોંપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. (તસ્વીર: જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application