પડધરીમાં આઈટીઆઈની દીવાલ પાસે જ ગુટખા વેચનાર ધંધાર્થી સામે ગુનો નોંધાયો

  • October 24, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાળા, કોલેજ શૈક્ષણીક સંકુલો નજીક પાન, ફાકીની દુકાનો, કેબીનોમાં ખુલ્લ ેઆમ ગુટખા વેચાતા હોવાના આજકાલ અખબારના અહેવાલ અને સ્ટીંગના પગલે રાજકોટ રૂરલ એસઓજીએ પડધરી આઈટીઆઈ (ઈન્ડસ્ટ્રીયલ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ) પાસે જ આવી પાનની દુકાન પર દરોડો પાડી મુદ્દામાલ કબજે લઈ પડધરી પોલીસ મથકમાં દુકાનદાર સામે ગુનો નોંધાવ્યો છે.
શૈક્ષણીક સંકુલો નજીકપાન મસાલાની આડમાં ગુટખા, તંબાકુ, ફાકીઓ વેચાતી હોવાના અને ૧૦૦ મીટરની ત્રિજીયામાં આવા કોઈ પદાર્થેા ન વેચવાના પ્રતિબંધનો સરેઆમ ભગં થતો હોવાના પગલે આજકાલ અખબાર દ્રારા કુમળીવયના કે ટીન એજર્સ વિધાર્થીઓ આવા વ્યસનોના આદી ન બને તેવા સામાજીક ઉતરદાયિત્વ સાથે ગત મંગળવારે સ્ટીંગ સાથે અહેવાલ પ્રસિધ્ધ કર્યેા હતો. રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે કયાંક કયાંક લટાર મારી ચેકીંગ કયુ હતું.
અહેવાલના પગલે રાજકોટ રૂરલ એરીયામાં પડધરીમાં આવેલી આઈટીઆઈ ખાતે ગઈકાલે રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ.પારગી તથા પીએસઆઈ બી.સી.મિયાત્રા અને ટીમે પેટ્રોલીંગ દરમિયાન ચેકીંગ હાથ ધયુ હતું. આઈટીઆઈની દિવાલે જ શ્રી વેરાઈ પાન કોલ્ડ્રીંકસ નામની દુકાન પરથી તમ્બાકુના પાઉચ, તમ્બાકુનો ડબ્બો, સિગારેટ મળી આવતા આવો ૧૪૫૯ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પડધરી પોલીસ મથકે તમ્બાકુ નિયંત્રણ અધિનિયમન–૨૦૦૩ (કોપ્ટા–૨૦૦૩)ની કલમ ૬ (અ) (બ) મુજબ દુકાનદાર જયેશ માવજીભાઈ ડોડીયા ઉ.વ.૫૦ રહે. પડધરી બસ સ્ટેશન પાસે સામે ગુનો નોંધાવ્યો હતો અને આરોપી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application