જામનગરની જૈન કન્યા વિદ્યાલયમાં ગુરૂપૂર્ણિમા ઉજવણી તથા પારીતોષિક સન્માન

  • July 26, 2024 10:26 AM 

વ્યાખ્યાનમાં હાજર રહેલા તમામને સાટાની પ્રભાવના કરાઇઃ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરાયા



જામનગરમાં પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્‌ વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં આશીર્વાદ અને પ્રેરણા્રથી નિર્માણ પામેલ જૈન કન્યા વિદ્યાલય (બાલમંદિર થી ધોરણ-૧૨) માં તાજેતરમાં પૂજય મુનિરાજ શાન્તિશેખરવિજયજી મ.સા. ઉપસ્થિતિમાં આદિ સાધ્વીજી ઠાણાનાં સાનિધ્યમાં શ્રુતજ્ઞાન ભવનમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, જાહેર વ્યાખ્યાન તેમજ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્‌ વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની ગુરૂમૂર્તિને શાળાની સમગ્ર બાળાઓ સ્ટાફ ટ્રસ્ટીઓ વગેરે દ્વારા વાસક્ષેપ પૂજા તથા ગુરૂ પૂજન દ્વારા કરવામાં આવેલ હતું. વ્યાખ્યાન બાદ હાજર રહેલા તમામને સાટાની પ્રભાવના કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ગુરૂદેવને સુંદર ઘઉંલી તથા ફુલોની સુંદર આંગી કરવામાં આવેલ હતી.


આ સાથે પ્લેહાઉસથી ધોરણ-૧૨ સુધીની સમગ્ર બાળાઓ હાજર હોય મેરિટ સ્કોલરશીપનાં દાતા પડાણાનાં માતુશ્રી મુરીબેન કચરા વૃજપાલ શાહ, માતુશ્રી વેલુબેન પ્રેમચંદ વૃજપાલ શાહ, માતુશ્રી અમૃતબેન જુઠાલાલ વૃજપાલ શાહ તથા માતુશ્રી મોંઘીબેન સામત તેજસી (રાસંગપર) દ્વારા મળેલ હતો, તેમના વતી તેમના પરિવારનાં જયશ્રીબેન તથા સુધીરભાઇ હીરજી શાહ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્લે-હાઉસ, બાલમંદિર વિભાગ, ધોરણ ૧ થી ૧૨ માં પ્રથમ-દ્વિતીય નંબરે આવેલ દરેક વિદ્યાર્થીનીને ૧૩૦૦/- અને ૧૦૫૦/- નુ મુનિરાજની હાજરીમાં શાળામાં રોકડ રકમથી પ્રોત્સાહન રૂપે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ તા. ૨૨-૦૭-૨૦૨૪નાં યોજેલ કાવ્ય-વાર્તા-વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ-૧ થી ૧૨ માં નંબર મેળવેલ બાળાઓને શાળા દ્વારા ઇનામ તથા સર્ટિફીકેટ આપવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં શાળાનાં ટ્રસ્ટી હિમતલાલ શાહ, રાજુભાઇ ગુઢકા તેમજ મહાજન સમુદાયનાં મહાનુભાવો તથા શાળાનાં કમીટિ મેમ્બર શાંતાબેન શાહ, કલાબેન શાહ, સૂર્યાબેન શાહ તથા પ્રભાવનાના લાભાર્થી પરિવાર તરફથી બિન્દુબેન શાહ, નિકિતાબેન શાહ તથા સંગિતાબેન જસ્મિનભાઇ મહેતા હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application