ઉપલેટાના ગધેથડ ગામમાં આવેલા ગાયત્રી આશ્રમમાં આજે ગુરૂપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે. જેને લઈને મંદિર નજીક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ઉપલેટા શહેર, તાલુકાના 52 ગામો અને આસપાસના 63 ગામો મળીને 115 ગામોના લોકો માટે ધૂમાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.
જમણવાર માટે ખાસ ઈડરથી રસોયા બોલાવાયા
ગુરુદત્ત જયંતીએ યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમ નિમિત્તે 25 વીઘામાં ભોજનાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિવસભર 2 લાખ જેટલા ભક્તો પ્રસાદ સ્વરુપે ભોજન લઈ શકે તે રીતની વ્યવસ્થા કરાઈ છે. જેના માટે 350થી 400 તેલના ડબ્બા, 150 ઘી ના ડબ્બા, 150 બટાકાના કટ્ટા, 500 કીલો ટામેટા, 100 કીલો મરચા, 100 કીલો આદુ, 200 કીલો કોથમીર, 200 કટ્ટા ચણાનો લોટ સહિતની અનાજ કરીયાણાની તમામ સામગ્રી હાજર છે. સમગ્ર રસોડાં માટે 150 જેટલા રસોયા કામ કરે છે. જમણવાર માટે ઈડરથી ખાસ રસોયાને બોલાવવામાં આવ્યા છે. રવિવારે ઉત્સવના દિવસે ભોજનમાં પ્રસાદ સ્વરુપે ભક્તો માટે મોહનથાળનો લાઈવ લચકો, બટાકાનું શાક, રોટલી, દાળ, ભાત, બુંદી, ગાઠીયા, ભૂંગળા અને છાસ આપવામાં આવશે. જેમાં 70 કટ્ટા લોટમાંથી ગાંઠીયા બનાવવાનું આયોજન કરાયું છે. પછી લાઈવ ગાંઠીયા જેમ જરુરીયાત હશે તેમ બનાવવામાં આવશે. જ્યારે 50 કટ્ટા ખાંડની બુંદી બનાવવાની છે અને 120 ઘીના ડબ્બાનો મોહનથાળ બનાવવાનું આયોજન છે.
બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડ પહોંચશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બપોરના સમયે ગધેથડ આશ્રમ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રીઓ, સાંસદો અને અનેક ક્ષત્રીય આગેવાનો આ ગુરુપૂજનમાં હાજરી આપે તેવી સંભાવના છે. મુખ્યમંત્રીના આગમનને લઈ મંદિરની પાછળના ભાગમાં હેલિપેડ બનાવાયું છે. હેલિપેડથી મંદિર જવા માટે 600-700 મીટર લાંબો ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે. વિવિધ પ્રદેશના રાજવીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ગુરુપૂજનના કાર્યક્રમમાં તમામ જ્ઞાતિના અને સમાજના લોકો આવશે. સાથે જ ગામના તમામ ખેડૂતોને કહેવાયું છે કે તેમના ખેતરમાં મજૂરી કરતા તમામ મજૂરોને પણ મહોત્સવમાં લાવવામાં આવે. આ સિવાય આસપાસના તમામના ગામમાં બેઠકો કરીને વધુમાં વધુ ભક્તો આવે તે માટેનું આયોજન કરાયું છે. ઉપલેટા તાલુકા તંત્ર દ્વારા ભક્તોને લાવવા લઈ જવા માટે બસોની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. સમગ્ર કાર્યક્રમને લઈ ઉપલેટા શહેર અને તાલુકાના ગામો બંધ રહેશે.
ગધેથડ ગામના ગાયત્રી આશ્રમનું મહત્વ
રાજકોટથી 111 કિલોમીટરના અંતરે ઉપલેટા થાય અને ઉપલેટાથી 18 કિલોમીટરના અંતરે આવે ગધેથડ ગામ. ગધેથડ જવું હોય તો પહેલાં વરજાંગ જાળિયા ગામ આવે, પછી નાગવદર ગામ આવે અને પછી ગધેથડ આવે. આ ગધેથડના પાદરમાં વેણુ ડેમના કાંઠે ભવ્ય ગાયત્રી આશ્રમ છે. લાલબાપુએ પહેલાં નજીકના નાગવદર ગામમાં ગાયત્રી મંદિર બંધાવ્યું હતું. પછી ગધેથડમાં મોટી જગ્યામાં ગાયત્રી આશ્રમ બંધાવ્યો. 1998થી વેણુ ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. છેક 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયું. આ મંદિરના નિર્માણની એક ખાસિયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગાયત્રી આશ્રમ બહાર વિશાળ પાર્કિંગ જગ્યા છે. મોટું પટાંગણ છે. ત્યાં દિવસ-રાત વિનામુલ્યે ભોજનસેવા ચાલુ હોય છે. પટાંગણમાં ભોજન શાળા, મા ગાયત્રીનું મંદિર, લાલબાપુની સાધના કુટિર અને એકસાથે ત્રીસ-ચાલીસ લોકો નીચે ઊભા રહી શકે તેવો વિશાળ વડલો છે. અહીં આવેલા મંદિરમાં ગાયત્રી માતાની સાથે મા લક્ષ્મી અને મા સરસ્વતી બિરાજમાન છે. સૌરાષ્ટ્ર, ગુજરાતના લોકો માટે આ મોટું આસ્થાકેન્દ્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech