જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી

  • November 15, 2024 11:08 AM 

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની શણગારવા આવ્યુ હતું.

જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે 15નવેમ્બર ના દિવસે સેજપાઠ જી ની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ છે, જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે ,શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનદેવ જી હતા, તેમના તન સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,,અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની  સેવા કરો,,તેમણે આખી દુનિયા નું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા. ત્યાં તે જોતીજોત સમાગએ [ દેવ લોક]  ગયા હતા. 

આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજી ની 555મી  જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા  હતા, આજ રોજ 10 વાગે  સેજ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી, તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપ સિંઘજી શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ' ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ  છે જેમાં શીખ  સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News