અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ 10 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ, અજય દેવગનની ‘મેદાન’ પણ ઈદના તહેવાર પર 10મી એપ્રિલ 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ બે મોટા સ્ટાર્સની વચ્ચે ‘સ્કેમ’ ફેમ ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ પણ રિલીઝ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય ફિલ્મો આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બોક્સ ઓફિસ માટે એક બીજા સાથે ટકરાશે
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ 11 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ત્રણ મોટી ફિલ્મો એકસાથે આવી શકે છે. શું પ્રતિક ગાંધી અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને અજય દેવગનને ટક્કર આપી શકશે ? બોક્સ ઓફિસની રેસમાં કોણ કોના ઉપર વિજય મેળવશે તે તો સમય જ કહેશે.
પ્રતીક ગાંધીની ‘ફૂલે’ વિશે
પ્રતીક ગાંધીની ‘ફૂલે’ સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક બનવા જઈ રહી છે. અભિનેત્રી પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અનંત નારાયણ મહાદેવને ડિરેક્ટ કરી છે. મેકર્સ આ ફિલ્મને 11 એપ્રિલે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. 11મી એપ્રિલની તારીખ પણ પસંદ કરવામાં આવી છે કારણ કે આ દિવસ સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિ છે.
અક્ષય-ટાઈગરની ‘બડે મિયાં છોટે મિયાં’
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલાથી જ જોરદાર ક્રેઝ જોવાઈ રહ્યો છે. ફિલ્મમાં અક્ષય-ટાઈગરની સાથે પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર, સોનાક્ષી સિંહા, જાન્હવી કપૂર જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અજય દેવગનની ‘મેદાન’
અજય દેવગનની ‘મેદાન’નું નિર્દેશન અમિત શર્માએ કર્યું છે. જ્યારે આ ફિલ્મ બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણવ જોય સેનગુપ્તાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech