બહેનના ન્યાય માટે લડતી યુવતી ની આત્મકથા : ગુજરાતી ફિલ્મ 31st

  • December 16, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ ફિલ્મ વિશે આજકાલના મહેમાન બનેલા ફિલ્મના દિગદર્શક પ્રણવ પટેલ તથા કલાકારો હિતુ કનોડિયા, પરીક્ષિત તમાલીયા, પ્રાચી ઠાકર, અને હેમાંગ દવેએ ફિલ્મ વિશે માંડીને વાત કરી હતી. તેમણે ફિલ્મની સ્ટોરી વિશે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર ની રાત બધા માટે ન્યુ યર સેલિબ્રેશન નો બહુમુલ્ય મોકો હોય છે. આખી દુનિયા મ્યુઝિક ના તાલે થરકીને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલના રૂમમાં એક યુવતી નો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આરોપીઓ ઘણા વગવાળા ફેમિલી થી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફેદફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડીતા તેમજ એની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધાકધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભનો આપવામાં આવે છે. ન્યાય મળવાની આશા ધૂંધળી દેખાતા ઘટતા થયાના એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરી લે છે. છતાં પણ પીડિતાની મોટી બહેન હિંમત દાખવી એકલા હાથે આરોપીઓને કોર્ટમાં લલકારે છે અને પોતાની બહેનને ન્યાય આપવાની પૂરજોર કોશિશ કરે છે. એની આ હિંમત ને તોડવા માટે આરોપીઓના વકીલો તરફથી પીડિતા અને એની બહેન ઉપર વ્યભિચારી અને પૈસાની લાલચી હોવાના લાંછન પણ ખુલ્લેઆમ લગાવવામાં આવે છે.

રેપ કલ્ચરની માનસિકતા માંથી બહાર નીકળો.
આ ફિલ્મમાં રેપ કલ્ચરની વાત કરવામા આવેલી છે જેના વિશે વિસ્તારથી જણાવતા ડાયરેક્ટર પ્રણવ પટેલે કહ્યું હતું કે સમાજ છોકરીઓ માટે કેટલાક પૂર્વગ્રહો રાખે છે છોકરીઓએ આમ કરવું જોઈએ અને છોકરીઓ આમ ના કરવું જોઈએ એવું સમાજ જ નક્કી કરી લે છે. જે છોકરી આ બંધનમાં ન બંધ થાય તેમના માટે પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે કે આ છોકરી આવી જ હશે. એટલે આપણા સમાજમાં ડેમ તો કહી જ શકાય કે દરેક વ્યક્તિ માનસિક રેપિસ્ટ છે.કોઈએ સમજતું નથી કે ના માત્ર શબ્દ નથી પરંતુ સંપૂર્ણ વાક્ય છે. જેના આધારે જ આ સંપૂર્ણ ફિલ્મ બનાવવામાં આવી છે./


      આ બધા અવરોધો છતાં શું મોટી બહેન મૃતક પીડીતાને ન્યાય અપાવી શકશે? ક્રાઈમ, સસ્પેન્સ, પોલીસ ઇન્વેસ્ટીગેશન તેમજ કોર્ટરૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ “31st” સિનેમા ઘરોમાં 20 ડિસેમ્બર- ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ભૌમિક પટેલ, જયેશ પટેલ તેમજ જયેશ પરમાર છે. આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક પ્રણવ પટેલ છે. આ ફિલ્મ ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમા જગતના ખ્યાતનામ એક્ટર હિતુ કનોડીયા તેમજ નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે પરીક્ષિત તમાલીયા, પ્રાચી ઠાકર, ચેતન દૈયા, વિપુલ વિઠલાણી, હેમાંગ દવે અને અન્ય કલાકાર મિત્રોએ પણ અભિનય કર્યો છે.

    અનેક ગુજરાતી ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મના લેખક તેમજ દિગદર્શક પ્રણવ પટેલએ વાતચીત દરમિયાન ફિલ્મના વિચાર વિશે જણાવ્યું હતું કે નિર્ભયાકાંડ પર મિત્રો સાથેની વાતચીત દરમિયાન તેમણે જાણવા મળ્યું હતું કે આવી જ એક ઘટના અમદાવાદમાં પણ બની હતી. ત્યારે જ તેમણે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. ફિલ્મ બનાવતી વખતે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે 2003માં અમદાવાદમાં બનેલા એક કેસના મૂળ સુધી જવું. આ માટે તેમણે કોર્ટની જજમેન્ટરી કોપી કઢાવીને પાંચથી છ મહિના સુધી સતત તેને સ્ટડી કર્યું હતું. જેના કારણે તેને કેસ અને કેસ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ વિશે ઊંડાણપૂર્વક માહિતી મળી હતી. આ મુવી નું શૂટિંગ અમદાવાદ ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે જે ૩૦ દિવસમાં પૂર્ણ થયું હતું.

  કમઠાણ વશ ગુજરાતનો લાલ જેવી અનેક ફિલ્મમાં પોતાની અભિનય કલાનો પરિચય આપનાર હિતુ કનોડીયાએ આ ફિલ્મમાં એસીપી અનિરુદ્ધનું પાત્ર ભજવ્યું છે. કે જેઓ એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે. અમદાવાદના બનેલી હાઈ પ્રોફાઈલ ઘટનાને દબાવવા માટે તેમના અનેક લાલચો મળે છે છતાં પણ તેઓ પોતાનું કાર્ય તેઓ ઈમાનદારીપૂર્વક પુરુ કરે છે. તથા વ્યક્તિમ અને તેની બહેનને સપોર્ટ કરે છે. આ મુવી રેપ જેવી ઘટનાઓ પર બનેલું હોવા છતાં ફેમિલી સાથે જોઈ શકાશે તેવું તેમણે જણાવ્યું હતું અને સાથે શું કરવું એના કરતા શું ન કરવું જોઈએ તેના વિશે વધારે ભાર મૂકવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

      વાર તહેવાર હું અને તું જેવી ગુજરાતી ફિલ્મ વાર તહેવાર હું અને તું જેવી ગુજરાતી ફિલ્મથી જાણીતાં બનેલા કલાકાર પરીક્ષિત તમાલીયાએ પોતાના પત્ર વિશે વાત કરતા કહ્યું હતું કે તેઓ અત્યાર સુધી રોમેન્ટિક ફેમિલી ડ્રામા જેવી અનેક ફિલ્મો કરી છે પરંતુ ગ્રે શેડ તરીકે પોતાનો અભિનય હોય તેવી આ પ્રથમ ફિલ્મ છે જેથી ફિલ્મ પહેલા જ તેમને તેમાં કામ કરવા માટે ઉત્સાહ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ એટલી સરસ રીતે લખાયેલી છે કે એક ગ્રેસીયનના વ્યક્તિને વિશે જાણવા પણ લોકોમાં ઉત્કંઠા જાગશે.

      જ્યારે તેલુગુ મુવીમાં કામ કરતી અભિનેત્રી પ્રાચી ઠાકર કે જેમણે ગુજરાતી ફિલ્મ રાડો માં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો છે તેમની આ બીજી ગુજરાતી ફિલ્મ છે જેના વિશે તેમણે વાત કરી હતી કે આ ફિલ્મમાં તેઓ એક વિક્ટ ટીમ કિંજલ નામની છોકરીનું પાત્ર ભજવી રહ્યા છે આ ફિલ્મમાં કિંજલ ના પાત્રમાં ઘણું વેરીએશન રાખવામાં આવ્યું છે કિંજલ નું પાત્ર સમાજની દ્રષ્ટિએ અને ખરેખર કિંજલ કેવી હતી એ બંને વાતને ફિલ્મમાં બહુ સારી રીતે વણી લેવામાં આવી છે.

      ગુજરાતી ફિલ્મોમાં કોમેડી કિંગ તરીકે જાણીતા બનેલા કલાકાર હેમાંગ દવે એ આ ફિલ્મમાં એક વકીલ તરીકે પાત્ર ભજવ્યું છે. જેના વિશે માંડીને વાત કરતા તેમણે કહ્યું હતું કે પોતે અત્યાર સુધી કોમેડી કેરેક્ટર જ પ્લે કર્યા છે પરંતુ આ એક સિરિયસ કેરેક્ટર છે. પોતાને આવા અલગ કેરેક્ટરમાં જોવાની પણ દર્શકોને મજા પડશે એવિ તેમણે આશા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application