ગુજરાત સેમી કંડક્ટર સાથે હવે લીથીયમ બેટરી ઉત્પાદનનું પણ હબ બનવા જઈ રહ્યું છે.ગુજરાતમાં લીથીયમ બેટરીના પ્લાન્ટ અંગે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે,ગુજરાતમાં અત્યારે લીથીયમ બેટરીના પાંચ પ્લાન્ટ કાર્યરત થઈ ચુક્યા છે, જ્યારે અન્ય બે પ્લાન્ટ આગામી સમયમાં કાર્યરત થશે.આ ઉપરાંત એક પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે.
આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે,ગુજરાતમાં અત્યારે કુલ પાંચ લીથીયમ બેટરીના પ્લાન્ટ કાર્યરત છે. જેમાં કુલ ૫૭૦૫.૭ કરોડ પિયાનું રોકાણ થયેલ છે.જ્યારે ૧૫૨૩૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે બીજા બે નવા પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે અને એક પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે.અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યારે જે પાંચ પ્લાન્ટ કાર્યરત છે, તેમાં ટી.ડી.એસ. લિથિયમ આયન બેટરી ગુજરાત પ્રાઈવેટ લિમેટેડ કંપનીએ બેચરાજી ખાતે ૧૧૨૬ કરોડના રૂપિયા અંદાજીત મુડી રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપેલ છે, આ પ્લાન્ટ મે-૨૦૨૧ થી કાર્યરત છે.
આ બેટરી પેકના પ્લાન્ટનું રૂ.૧૩૦ કરોડના ખર્ચે વિસ્તરણ કરવાનું કામ ચાલુ છે,જે એકાદ મહિનામાં પુર્ણ થઈ જશે.જ્યારે આજ કંપનીએ રૂ.૪૪૦૬ કરોડના ખર્ચે પ્લાન્ટનું ડાયવર્સિફિકેશન કરેલ છે, જે જુન ૨૦૨૪ થી કાર્યરત છે.આ ઉપરાંત સાણંદ ખાતે ટાટા ઓટોકોમ્પ ગોશન ગ્રીન એનર્જી સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ૨૧૪ કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન્ટ સ્થાપેલ છે. જે માર્ચ -૨૦૨૩થી કાર્યરત છે. સાથે જ પ્રાંતિજ ખાતે એક્સાઈડ એનર્જી સોલ્યુશન લિમેટેડ કંપનીએ રૂ.૧૭૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપેલ છે, જે ડિસેમ્બર-૨૦૨૧થી કાર્યરત છે. સાથે જ ગાંધીનગર ખાતે વોલથર્મ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ રૂ.૩.૭ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપેલ છે, જે સપ્ટેમ્બર ૨૦૨૪થી કાર્યરત છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, છારોડી ખાતે અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ રૂ.૧૩,૦૦૦ કરોડના અંદાજીત ખર્ચ સાથે પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. જે ડિસેમ્બર -૨૦૨૬ સુધીમાં કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વલસાડ ખાતે વારી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. ૨૧૦૦ કરોડના અંદાજીત ખર્ચે પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. જે માર્ચ ૨૦૨૬ સુધીમાં શરૂ થવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech