વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય હોવા છતાં પ્રત્યક્ષ કર વસૂલાતની બાબતમાં દેશના અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા જારી કરાયેલા ટેક્સ કલેક્શન ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશે નાણાકીય વર્ષ 2023-24માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં માત્ર 48,333.44 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ દેશના બીજા સૌથી મોટા રાજ્ય બિહારનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 6692.73 કરોડ રહ્યું છે. આ નાણાંકીય વર્ષ 2022-23ના રૂ. 6845.32 કરોડથી ઓછું છે.
સીબીડીટીએ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સંબંધિત ટાઈમ સિરીઝ ડેટા જાહેર કર્યો છે. આ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 19.62 લાખ કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં સૌથી મોટો ફાળો મહારાષ્ટ્રનો છે. આ નાણાકીય વર્ષમાં મહારાષ્ટ્રમાંથી રૂ. 7,61,716.30 કરોડ (રૂ. 7.62 લાખ કરોડ)નો ડાયરેક્ટ ટેક્સ આવ્યો છે. એટલે કે કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં એકલા મહારાષ્ટ્રનો ફાળો 39 ટકા છે. મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કરતા 15 ગણો વધુ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ તરીકે સરકારી તિજોરીમાં લાવે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં આવકવેરા, કોર્પોરેટ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર પછી કણર્ટિક ડાયરેક્ટ ટેક્સ ભરવાના મામલે બીજા ક્રમે છે. કણર્ટિકે નાણાકીય વર્ષ 2023-24માં 2.35 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સ તરીકે ચૂકવ્યા છે. દિલ્હી ત્રીજા સ્થાને છે, જેણે પ્રત્યક્ષ કર તરીકે તિજોરીમાં રૂ. 2.03 લાખ કરોડનું યોગદાન આપ્યું છે. તમિલનાડુ ચોથા સ્થાને છે, જેણે નાણાકીય વર્ષ 2023-24માં પ્રત્યક્ષ કર તરીકે રૂ. 1.27 લાખ કરોડ ચૂકવ્યા છે.
ગુજરાત રૂ. 93,300 કરોડના યોગદાન સાથે પાંચમા સ્થાને છે અને તેલંગાણા રૂ. 84,439 કરોડની વસૂલાત સાથે છઠ્ઠા સ્થાને છે. આ પછી હરિયાણા સાતમા નંબરે છે. હરિયાણાએ ડાયરેક્ટ ટેક્સ તરીકે રૂ. 70,947.31 કરોડનું યોગદાન આપ્યું છે. આ પછી પશ્ચિમ બંગાળ 60,374.64 કરોડ રૂપિયા સાથે આઠમા સ્થાને છે. પ્રત્યક્ષ કર ભરવાના મામલામાં ઉત્તર પ્રદેશ 9મા ક્રમે આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech