ગુજરાતની જેલ હવે ઔધોગિક એકમો બની રહ્યા છે. કારણ કે જેલમાં કેદીઓ દ્રારા ચાલી રહેલા ઉધોગોમાં ટર્નઓવર દર વર્ષે વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૭–૧૮ માં જેલ ઉધોગનું વાર્ષિક ટર્નઓવર ૮,૯૫,૩૨,૮૯૭ હતું. જે નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ માં ૪૨,૦૩,૨૪,૫૬૦ પિયા થઈ ગયું છે. આમાં વડોદરા જેલનો સૌથી મોટો હિસ્સો છે, યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેલ સંચાલિત ઉધોગો પણ મહત્વના છે.
ગુજરાતની જેલોમાં વણાટ, ડાયમડં પોલિશિંગ, ટેલરિંગ, સુથારીકામ, કેમિકલ ઉત્પાદન અને બેકરી જેવા ઉધોગો ચાલે છે. આ ઉપરાંત સુરત અને અમદાવાદ સેન્ટ્રલ જેલ ભજીયા હાઉસ તો વડોદરા જેલ પેટ્રોલ પંપનું સંચાલન કરે છે. જેલમાં બધં કેદીઓ આ ઉધોગોના કામદારો છે, જેમને અંદાજિત વેતન પણ ચૂકવવામાં આવે છે, યારે સારા આચરણ ધરાવતા કેદીઓને જેલની બહાર ચાલતા ઉધોગોમાં કામ આપવામાં આવે છે. કેદીઓના પ્રતિભાશાળી બાળકોના સન્માન માટે તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાયની જેલના ડી.જી.પી. કેએનએલ રાવે જેલમાં ચાલતા ઉધોગો અને તેમાંથી થતી આવક વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે રાયમાં જેલ સંચાલિત ઉધોગ સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૭–૧૮માં રાયની જેલોમાં કાર્યરત ઉધોગોનું વાર્ષિક ટર્નઓવર માત્ર ૮,૯૫,૩૨,૮૯૭ પિયા હતું પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં જેલ સંચાલિત ઉધોગોનું ટર્નઓવર ટર્નઓવર ૪૨,૦૩,૨૪,૫૬૦ પર પહોંચ્યું અને ચાલુ નાણાકીય વર્ષમાં ટર્નઓવર ૫૦ કરોડને વટાવી જવાની આશા છે.
જેલ વિભાગના ડેટા અનુસાર, વડોદરા જેલ સંચાલિત પેટ્રોલ પપં જેલ સંચાલિત ઉધોગોની આવકમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. રાયની પ્રથમ જેલ વર્ષ ૨૦૧૮માં કાર્યરત થઈ હતી.વડોદરામાં યારે પેટ્રોલ પપં શ થયો ત્યારે વાર્ષિક કારોબાર ૧૪,૪૮,૬૭,૭૮૭ પિયા નોંધાયો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં વધીને ૨૬,૯૬,૧૪,૮૪૫ પિયા થયો છે.
રાજકોટ જેલમાં કેદીઓ સિઝનલ વાનગીઓ બનાવે છે. સાથે જ જેલ દ્રારા ભજીયા હાઉસ પણ ચલાવવામાં આવે છે. આ ઉધોગોનું વાર્ષિક ટર્નઓવર એક કરોડ પિયાથી વધુ છે. હાલમાં રાજકોટ જેલના કેદીઓ શિયાળાની વાનગીઓ બનાવીને વેચી રહ્યા છે.
જેલ સંચાલિત ઉધોગોમાં કામ કરવાના બદલામાં, કેદીઓને જેલ મેન્યુઅલ મુજબ પગાર પણ ચૂકવવામાં આવે છે. જે પિયા ૬૦ થી ૧૨૦ સુધી છે. આ રકમ કેદીઓને સીધી ચૂકવવામાં આવતી નથી પરંતુ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેના કારણે કેદીઓ જેલમાં રહીને પણ પરિવારને આર્થિક રીતે મદદપ થઈ શકે છે.
અમદાવાદ અને સુરતની જેલોમાં વણાટકામ, સુથારીકામ, ડાયમડં પોલિશિંગ, બેકરી જેવા ઉધોગો ચાલે છે સાથે જ બંને જેલો ભજીયા હાઉસ પણ ચલાવે છે. અમદાવાદમાં આરટીઓ સર્કલ પાસે પ્રખ્યાત જેલ ભજીયા હાઉસ છે, યારે સુરતમાં રીંગ રોડ પર જૂની સબજેલ અને લાજપોર જેલ બહાર ભજીયા હાઉસ ચલાવવામાં આવી રહ્યા છે. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, અમદાવાદ સંચાલિત ભજીયા હાઉસે વર્ષ ૨૦૨૩–૨૪માં પિયા ૧,૦૦,૫૪,૬૭૭ ની આવક કરી હતી, યારે સુરત લાજપોર જેલ સંચાલિત ભજીયા હાઉસે પિયા ૬૦ લાખનો બિઝનેસ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech