વેરાન જમીન પર સૌર ઊર્જાના બીજ રોપવામાં ગુજરાત પ્રથમ

  • December 18, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભલે ગુજરાતની વેરાન જમીન પર કોઈ પાક ઉગાડવામાં આવતો નથી, પરંતુ આવી જમીનનો ઉપયોગ કરીને ગુજરાતે દેશ માટે ઉદાહરણ પૂં પાડું છે. ગુજરાતે ઉડ જમીનોમાં સૂર્ય કિરણોની મદદથી ૧૨ હજાર ૧૫૦ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરી છે. આટલા મેગાવોટ ક્ષમતાના સોલાર પાર્ક પ્રોજેકટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.


આ માહિતી તાજેતરમાં નવી અને નવીનીકરણીય ઉર્જા પ્રધાન આરકે સિંહે લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં, દેશના ૧૨ રાયોમાં ૩૭૪૯૦ સોલાર પાર્ક પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યા છે તેમાંથી ગુજરાતમાં જ ૩૨.૪૦ ટકા ક્ષમતાના પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં દેશમાં અત્યાર સુધી બંજર જમીન પર મંજૂર થયેલા સોલાર પાર્ક પ્રોજેકટમાં સૌથી વધુ ક્ષમતા ધરવતા મોટા સોલાર પાર્ક પણ ગુજરાતમાં જ છે. ગુજરાતમાં આ શ્રેણીમાં ૪૭૫૦ મેગાવોટ અને૩૩૨૫ મેગાવોટના મહત્તમ સોલાર પાર્કને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ગુજરાત સરકારને બંજર જમીન પર સૌર ઊર્જા ના કુલ ૭ સોલાર પાર્ક પ્રોજેકટની સ્થાપના કરવામાં આવી છે, જેને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્રારા મંજૂરી આપવામાં આવી છે.તેની ક્ષમતા ૧૨૧૫૦ મેગાવોટ છે, જે ક્ષમતાની દ્રષ્ટ્રિએ ઉડ જમીનોમાં દેશમાં મંજૂર થયેલ કુલ સૌર ઊર્જાના ૩૨.૪૦ ટકા છે.

ઉલ્લેકનીય છે કે બ્નાજ્ર જમીન પર સૌર ઊર્જા ના પ્રોજેકટમાં પ્રથમ નંબરે ગુજરાત છે તો બીજા નબરે રાજસ્થાન છે . રાજસ્થાનમાં ૮૨૭૬ મેગાવોટના નવ સોલાર પાવર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે.. યારે આંધ્ર પ્રદેશ ૪૨૦૦ મેગાવોટ ક્ષમતાના પ્રોજેકટ સાથે ત્રીજા સ્થાને છે. આંધ્રપ્રદેશમાં પાંચ સોલાર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે મધ્યપ્રદેશ ચોથા સ્થાને છે. મધ્યપ્રદેશમાં ૪૧૮૦ મેગાવોટના ૬ સોલાર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. પાંચમું સ્થાન ઉત્તર પ્રદેશનું છે. યુ.પી. સરકારે ૩૭૩૦ મેગાવોટના ૭ સોલાર પાર્ક પ્રોજેકટને મંજૂરી આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application