સુરક્ષા બિલની માંગણી સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્રારા અપાયેલા એલાનને પગલે આજે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરમાં તમામ ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ બધં રાખવામાં આવ્યા છે .માત્ર ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જેથી કરીને દર્દીઓને હેરાનગતિ ન થાય.
આજે રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ તબીબોએ મેડિકલ કોલેજના વિધાર્થીઓ સાથે મળીને રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હવેથી કરી આવી ઘટનાઓ કોઈ પણ દીકરી સાથે ન બને તે માટે સુરક્ષા બિલની માંગણી કરવામાં આવી છે.
કોલકત્તામાં તબીબ યુવતી સાથે ઘટેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં આજે ગુજરાતના ડોકટરો પણ હડતાલ પર ઉતર્યા છે સરકારી સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવા બધં રાખવામાં આવી છે. ગઈકાલે રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે રાજકોટના ૩૦૦ થી વધુ તબીબો એકત્ર થયા હતા અને કેન્ડલ પ્રગટાવી તબીબ યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ તકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટર એ જણાવ્યું હતું કે અમે ન્યાય માટે લડીએ છીએ, આ ઘટના નિંદાત્મક છે, ઘટનાના આટલા દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. દેશની દીકરીઓ સુરક્ષિત નથી આજે તબીબી યુવતી સાથે આ ઘટના બની ભૂતકાળમાં પણ નિર્ભયા સાથે આવી ઘટના બની હતી .હજુ ભવિષ્યમાં પણ જો પગલાં નહીં લેવાય તો આવા નરાધમો ફરતા રહે છે અને દેશની દીકરીઓ અસુરક્ષિત રહેશે.
આજે સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતમાં ૩૦૦૦૦ થી વધુ ડોકટરો આ હડતાલમાં જોડાયા છે. આજે સવારે છ વાગ્યાથી શ થયેલી આ લડત આવતીકાલે સવારે છ વાગ્યા સુધી ચાલશે આ દરમિયાન રહેલી સૂત્રોચાર અને આવેદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને આંદોલનનો સામનો ન કરવો પડે તે માટે અનેક તબીબો દ્રારા અગાઉથી ઓપીડી અને ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે લોકોને તાત્કાલિક જર ન હતી તેમના ઓપરેશન આવતા સાહમાં આવશે. રાજકોટમાં ગઈકાલે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત આઈએમએ પ્રેસિડન્ટ ડોકટર ભરત કાકડીયા, સિનિયર તબીબ ડોકટર, નેશનલ આઈએમએન ડોકટર અતુલ પંડા, પ્રેસિડેન્ટ રાજકોટના ડોકટર કાન્ત જોગાણી, સેક્રેટરી ડોકટર અમિશ મહેતા, ડોકટર ચેતન લાલચેતા, ડોકટર પારસ શાહ, ડોકટર અમીત હપાણી, ડોકટર પ્રફુલ કામાણી, ડોકટર તેજસ કરમટા, ડોકટર કેશ ઘોડાસરા, ડોકટર અમિત અગ્રાવત, ડોકટર રાજેશ તૈલી, ડોકટર હિરેન કોઠારી, ડોકટર સંજય ભટ્ટ, ડોકટર દેવાણી, ડોકટર મનીષ ગોસાઈ, ડોકટર સંજય ટીલાળા, ડોકટર યજ્ઞેશ પોપટ, ડોકટર મયકં ઠક્કર, ડોકટર નીરજ જાદવ સહિત ૩૦૦ થી વધુ તબીબો હાજર રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech