LSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર

  • April 12, 2025 09:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ટાઇટન્સને સતત 4 જીત બાદ હારનો સામનો કરવો પડ્યો છે. શુભમન ગિલની ટીમની આ સિઝનમાં આ માત્ર બીજી જ હાર છે. જ્યારે 2 મેચ હારનારી લખનૌએ પણ ગુજરાત બરાબર 4 જીત નોંધાવી છે.


બધાની અપેક્ષાઓને ખોટી સાબિત કરતાં લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025માં જોરદાર પ્રદર્શનનો સિલસિલો જાળવી રાખ્યો છે. કેપ્ટન ઋષભ પંતની બેટથી નિષ્ફળતા છતાં લખનૌએ આ સિઝનમાં પોતાની ચોથી જીત મેળવી છે. લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં LSGએ છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે જ્યાં ગુજરાતને સતત 4 જીત બાદ હારનો સામનો કરવો પડ્યો છે, તો ત્યાં લખનૌએ સતત ત્રીજી જીત પોતાના નામે કરી છે. 


ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમની બેટિંગમાં એક જ વાતનું પુનરાવર્તન થયું હતું. ગુજરાતે પહેલા બેટિંગ કરી અને આ ટીમે શરૂઆતની 10 ઓવરમાં 100 રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ આગામી 10 ઓવરમાં લખનૌના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. આ જ રીતે લખનૌ પણ જ્યારે ચેઝ માટે ઉતર્યું ત્યારે તેણે પણ 10 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા પરંતુ ત્યારબાદ ગુજરાતના બોલરોએ વાપસી કરતાં મેચને છેલ્લી ઓવર સુધી પહોંચાડીને મેચને રોમાંચક બનાવી હતી.


સુદર્શન-ગિલને છોડી બાકીના બેટ્સમેન ફેલ

ગુજરાત માટે ફરી એકવાર કેપ્ટન ગિલ (60) અને સાઈ સુદર્શન (56)એ જોરદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેનોએ શાનદાર અડધી સદી ફટકારી હતી અને માત્ર 10 ઓવરમાં ટીમને 100 રનના પાર પહોંચાડી દીધી હતી. બંને વચ્ચે માત્ર 12.1 ઓવરમાં 120 રનની ભાગીદારી થઈ હતી, જે આ સિઝનમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. પરંતુ 13મી ઓવરમાં શુભમન ગિલ આઉટ થયો અને અહીંથી લખનૌના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. એક પછી એક ગુજરાતની વિકેટો પડતી રહી અને રનની ગતિ પણ ઓછી થતી રહી. આ સાથે જ ગુજરાતને 180 રન પર જ રોકી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application