ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કર્યું હતું. જેમાં 5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત કરી હતી. હવે તમામ જમીન બિનખેતી થયા બાદ પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. કનુભાઈએ રજૂ કરેલા ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય એસસી-એસટી-ઓબીસીને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ કરાઇ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે, “સંત સુરદાસ યોજના” હેઠળ 80 ટકાને બદલે હવેથી 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. તે સિવાય 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા 4827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી.
ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. બજેટમાં પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ, ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરાઈ છે. ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ 551 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.
રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઇ.
વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત વર્ષ 2021-22 માં આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.
બજેટની મહત્ત્વની જાહેરાતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech