આજે વિશ્ર્વ વન્યજીવ સંરક્ષણ દિવસ છે,ગુજરાત રાજ્ય પ્રાણીઓ અને પ્રવાસી પક્ષીઓ માટે સુરક્ષિત છે,એટલે જ પ્રાણીઓ અને પ્રવાસી પક્ષીઓની પહેલી પસંદ ગુજરાત છે. વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા,કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી છે. રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા ક્ધઝર્વેશન બ્રિડીંગ સેન્ટરતૈયાર કરવામાં આવશે.
ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મુકી છે.જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ-યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે.વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર,નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે ૨૧ પ્રજાતિઓની અંદાજિત ૯.૫૩ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
આ ઉપરાંત રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે ૨૦૨૪માં અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે.વર્ષ ૨૦૧૦માં થોળ પક્ષી અભયારણ્યમાં ૩૧,૩૮૦ પક્ષીઓનું આગમન થયું હતુ,જે વર્ષ ૨૦૨૪માં વધીને ૧.૧૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે.જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૧ લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૪માં ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે ૩૫૫ અને ૨૭૬%નો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત પક્ષી જીવન માટે સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી ૨૦૨૩ મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર ૨.૮૫ લાખથી વધુ, નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા ૨ લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૨,૧૪૩ ગીધ, ૧,૪૮૪ વણીયર, એક હજારથી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ ૯.૫૩ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ, વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ ૬૮૦ જેટલી ડોલ્ફિન તેમજ ૭,૬૭૨ જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ
વન વિભાગની વન્યપ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લા સ્તરે ઉપસ્થિત થતા વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે વન્યપ્રાણીઓના અવર જવર વાળા વિસ્તાર તેમજ સ્થાનિક લોકોના નિવાસના વિસ્તારોમાં વન્યપ્રાણી રેસ્ક્યુ રીલિઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા અંગેના વિવિધ ઉપાયો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા ક્ધઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજુરી મળી છે.આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરી વિગતો એકત્રિત કરી છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં બ્રિડીંગ સેન્ટર ખાતે બ્રિડીંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલ વન્યપ્રાણીઓ બ્રિડીંગ માટે જરીયાત મુજબના વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડીંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુકત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે.
દર વર્ષે ૪ ડિસેમ્બરે વિશ્ર્વ વન્યજીવ સંરક્ષણ દિવસ ઉજવાય છે. આ દિવસે લુપ્તથતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે.જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભુમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે રાજ્યના નાગરિકો માટે ગૌરવની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech