ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ડો. ચેતનાબેન તિવારીને ફાળે

  • May 19, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગર ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર પોરબંદરના ફાળે આવ્યો છે અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખને આ એવોર્ડ એનાયત થતા તેમને પુરસ્કારમાં મળેલ ૫૦ હજાર ‚પિયા જ‚રીયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે વાપરશે તેવી જાહેરાત કરતા તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. 
ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર સેકટર-૧૭ના ટાઉનહોલ ખાતે શનિવારે સાંજે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને જુદા -જુદા વિકાસ કામોના લોકાર્પણ અને માતા યશોદા એવોર્ડ વિતરણ સહિત સરકારી  યોજનાના લાભાર્થીઓને ચેક અને મંજૂરી  હુકમના વિતરણનું આયોજન થયુ હતુ. જેની સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ માટે શ્રેષ્ઠત્તમ વિકાસની પ્રવૃત્તિઓ કરનાર એકમાત્ર મહિલાને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત થવાનો હતો જેમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ અને પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને આ પુરસ્કાર મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી જ્યારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ હતા  ત્યારે તેમના દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હતી. એટલું જ નહી પરંતુ મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે તેઓ સખી કલબ નામની સંસ્થાના માધ્યમથી તેમજ અન્ય રીતે પણ સતત કાર્યરત રહે છે. વર્ષોથી તેમની સેવાપ્રવૃત્તિઓ ધમધમતી રહે છે. સરકારી યોજનાનો લાભ અપાવવાનો હોય  કે કોઇપણ પ્રકારની મહિલાને, દીકરીઓને જ‚રિયાત હોય ત્યારે તેઓ હરહંમેશ ખડેપગે રહીને મદદ કરતા હતા. તેથી તેમની આ વિવિધ સેવાપ્રવૃત્તિઓને ધ્યાને લઇને તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 
આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા ઉપરાંત ગાંધીનગરના મેયર મીરા પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર-દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય જયન્તીભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. 
ડો. ચેતનાબેન તિવારીએ આ પુરસ્કાર સ્વીકારતા એવુ જણાવ્યુ હતુ કે તેઓ ૫૦ હજાર ‚પિયામાંથી એકપણ ‚પિયો પોતાના  પાછળ વાપરશે નહીં અને જ‚રિયાતમંદ દિકરીઓના શિક્ષણ પાછળ તેઓ આ રકમ વાપરશે. તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વ્યક્તિગત રીતે એક એન.જી.ઓ.ને એવોર્ડ અને એક મહિલાને એવોર્ડ આપવામાં આવ્યો છે જેમાં મહિલા તરીકે મને મારી પ્રવૃત્તિને બિરદાવીને એવોર્ડ અપાયો છે તે બદલ હું સરકારનો ખાસ આભાર વ્યકત કરું છું તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મહિલાઓના સામાજિક, આર્થિક સશક્તિકરણની પ્રવૃત્તિઓ બદલ તેમનુ આ બહુમાન થયુ છે ત્યારે આ એવોર્ડ હું પોરબંદરની મહિલાઓને અર્પણ કરું છું તેમ ઉમેર્યુ હતુ. 
એજ્યુકેટેડ મહિલાનું રાજકીય રીતે મહત્વનું યોગદાન
એવોર્ડ મેળવનારા ડો. ચેતનાબેન તિવારી એજ્યુકેટેડ છે અને રાજકીય રીતે પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યુ છે. તેઓ હોમિયોપેથી કાઉન્સિલ અમદાવાદ ખાતે એમ.ડી.  ડોકટરની ડિગ્રી ધરાવે છે તે ઉપરાંત એલએલબી સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્ક માં પણ તેમણે કામ કર્યું છે. તેઓ ઇસવીસન ૨૦૦૫ થી પાલિકામાં સેવા આપે છે. નગરપાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે પણ જવાબદારી સંભાળેલી છે તે ઉપરાંત ઈસ્વીસન ૨૦૧૫માં નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે ફરી જવાબદારી સંભાળી હતી અને તે સિવાય પણ એજ્યુકેશન કમિટીના ચેર પર્સન તરીકે પણ સેવા આપી રહ્યા હતા. ત્યારે તેમની વિવિધ સેવા પ્રવૃત્તિઓને પણ બિરદાવવામાં આવી છે. ત્યારે તેમના પુરા બે દાયકાના લાંબા રાજકીય કારકિર્દીના સમયગાળા દરમિયાન પોતાના જ્ઞાનનો લાભ આપ્યો છે. ત્યારે વધુ સારી રીતે પોરબંદરને વિકાસના પંથે લઈ જવા માટેની આગેકુચ કરશે લીડરશીપના ગુણ બચપણથી ધરાવતા ડોક્ટર ચેતનાબેન તિવારી પ્રાથમિક સ્કૂલમાં ડિસ્ટીંક્શન સાથે કેરિયર ઉપરાંત અભ્યાસની બધી જ પ્રવૃત્તિમાં સક્રિય અને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને લીડરશીપના ગુણને કેળવ્યો છે અને મહિલાઓમાં સતત ને સતત જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કર્યા છે. પોરબંદરમાં સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી છે. જેઓ અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા પણ જાણીતા છે. તેઓ કસ્તુબા મહિલા મંડળ માં પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે તે ઉપરાંત જનરલ મેડિકલ પ્રેક્ટિસ મેડિકલ એસોસિએશનમાં પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરતી વૈશ્ર્વિક સંસ્થા લાયોનેસ ક્લબમાં પણ પ્રમુખ તરીકેની સેવા આપી ચૂક્યા છે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખમાં પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે માનવતા પરિવાર પોરબંદર શહેરના સ્થાપક પ્રમુખ તથા ૩૦૦ થી વધુ મહિલાઓ સભ્ય ધરાવતી સખીઓની સંસ્થા સખી ક્લબ પોરબંદરના સ્થાપક પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે નશાબંધી અને આબકારી બોર્ડમાં પણ તેઓની કામગીરી અનુકરર્ણીય રહી છે તો મહિલા અને બાળ આયોગમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તે ઉપરાંત બી.એલ. જોષી ટ્રસ્ટ કે જે ૨૦૦૦ જેટલી વિધવા બહેનોને દર મહિને રાશન અને રોકડ આપે છે તેના પણ તેઓ શુભેચ્છક સભ્ય છે આમ તેઓ અનેકવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને નારી ઉત્કર્ષ માટે સતત સક્રિય રહે છે. ત્યારે તેમને આ એવોર્ડ મળતા પોરબંદરવાસીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે. પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી સહિત ભાજપ પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application