આઈપીએલ મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ કયા ખેલાડીઓને રિટેન કરશે? આ ટીમમાં શુભમન ગિલ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, ડેવિડ મિલર, મોહિત શમર્િ અને સાઈ સુદર્શન જેવા મોટા નામ છે. ગુજરાત ટાઇટન્સની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રિટેન્શનના મોટા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાત ટાઇટન્સની પોસ્ટ બાદ ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે ગુજરાત ટાઇટન્સના સંભવિત રિટેન્શન કોણ હશે?ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં શુભમન ગિલ અને રાશિદ ખાન જોવા મળી રહ્યા છે.
આ પોસ્ટ બાદ ચાહકોનું કહેવું છે કે ગુજરાત ટાઈટન્સને રિટેન્શન અંગેની શંકા દૂર થઈ ગઈ છે. ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાનને રિટેન કરશે. જો કે ઘણા મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે શુભમન ગિલ આઈપીએલ હરાજીમાં ભાગ લેશે. જેનો અર્થ છે કે ગુજરાત ટાઇટન્સ તેને રિલીઝ કરી રહ્યું છે. જ્યારે રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સનો પ્રથમ રિટેન્શન હશે.
ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2022ની સીઝનમાં પ્રથમ વખત રમી હતી. ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી આઈપીએલ 2023 સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. આ રીતે ગુજરાત ટાઇટન્સ સતત બે વખત ફાઇનલમાં પહોંચી હતી. હાર્દિક પંડ્યા બંને વખત ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો પરંતુ હવે હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની ગયો છે.
આઈપીએલ 2024ની સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યો હતો. હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech