ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા આવતીકાલે રાજય વેરા નિરીક્ષક વર્ગ–૩ ની ભરતી માટેની પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લ ામાં ૩૦ કેન્દ્રો પર ૭૪૮૮ ઉમેદવારો પરીક્ષા આપી પોતાનું નસીબ અજમાવશે.
રાય વેરા નિરીક્ષકની પરીક્ષામાં ડમી ઉમેદવારોને ઝડપી શકાય તે માટે પ્રથમ વાર ફિંગર પ્રિન્ટથી ઉમેદવારોની હાજરી લેવાશે. જિલ્લ ામાં ૩૦ પરીક્ષા કેન્દ્રો પર યોજનારી પરીક્ષામાં સીસીટીવી કેમેરા થી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. તમામ કેન્દ્રો ખાતે ઓબ્ઝર્વર તથા વર્ગ એક અને બે કેટેગરીના અધિકારીઓ ની નીગરાની રહેશે.જિલ્લ ાના ઉમેદવારોને અન્ય સ્થળ ફાળવતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે. ઓ એમ આર પદ્ધતિથી લેવાનાર ૨૦૦ માર્કની સ્પર્ધાત્મક પરીક્ષામાં ૦.૩ માઇનસ પદ્ધતિ પણ અમલી રહેશે. જુનાગઢ જિલ્લ ામાં વેરા નિરીક્ષક ની પરીક્ષા અંતર્ગત ઉમેદવારોએ નિયત કેન્દ્રો પર ૧૦:૫૦ વાગ્યા સુધીમાં પહોંચવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રના કમ્પાઉન્ડની ૧૦૦મીટર ત્રિયામાં ઝેરોક્ષ ફેકસ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ દુકાન બધં રાખવાની રહેશે તથા ૧૦૦મીટર ની ત્રિયા માં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડબાજા સાધનોનો ઉપયોગ પણ પ્રતિબધં ફરમાવાયો છે તથા ચારથી વધુ લોકોને એકઠા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
જુનાગઢ જિલ્લ ામાં આવતીકાલે સવારે ૧૧થી૧ દરમિયાન ૩૦ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પરીક્ષા અંતર્ગત પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે. હાલ ઠંડીના દોરમાં જિલ્લ ાના ઉમેદવારોને અન્ય દૂરના જિલ્લ ા ફાળવવામાં આવતા ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech