ગુજરાત પોલીસનું 'ઓપરેશન કારાવાસ': જામીન કે પેરોલ પરથી ફરાર થયેલા ગુનેગારોની હવે ખેર નથી, DGP વિકાસ સહાયની ચેતવણી
ગુજરાત પોલીસનું 'ઓપરેશન કારાવાસ': જામીન કે પેરોલ પરથી ફરાર થયેલા ગુનેગારોની હવે ખેર નથી, DGP વિકાસ સહાયની ચેતવણી
December 15, 2025 08:05 PM
જામીન અથવા પેરોલ પર છૂટ્યા બાદ નિર્ધારિત સમયે જેલમાં પરત ન ફરીને કાયદાની આંખમાં ધૂળ નાખનારા આરોપીઓ વિરુદ્ધ રાજ્ય પોલીસ વિભાગે લાલ આંખ કરી છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી વિકાસ સહાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આવા ફરાર ગુનેગારોને ઝડપી પાડવા માટે સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન કારાવાસ' વેગવંતું બનાવવામાં આવ્યું છે.