વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અદાલતો સ્વયં લઈ શકશે નિર્ણય

  • June 14, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. તેવામાં અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પાડવામાં આવ્યો છે.



તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે. વાવાઝોડાની અસર સમય દરમિયાન અદાલતો ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગેના નિર્ણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને સોંપવામાં આવી છે.

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ મુખ્યપ્રધાન દ્વારા તમામ પ્રધાનોને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.



કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ પ્રધાનોને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.  જવાબદારીના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે.


વાવાઝોડા બિપોરજોયને લઈને યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application