ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મુંબઈમાં ચૂંટણી પ્રચાર

  • November 15, 2024 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ચૂંટણી પ્રચાર કરશે. મહત્વનું છે કે એક જ દિવસમાં ચાર ચૂંટણી સભાને સંબોધશે. શનિવારે દહીસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ‘ચાય પે ચર્ચા’ અભિયાનનો પ્રારંભ કરશે. જ્યારે બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે JGEPCના સભ્યો સાથે પણ CM સંવાદ કરશે. આ ઉપરાંત ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની જનસભામાં તેઓ હાજરી આપશે. મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે. અંધેરી વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે.


જ્વેલરી ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંવાદ

બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલ ભારત ડાયમંડ બુર્સ ખાતે, મુખ્યમંત્રી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (JGEPC)ના સભ્યો સાથે સંવાદ કરશે. આ બેઠકમાં ગુજરાતી સમુદાયના આર્થિક યોગદાન અને આ ઉદ્યોગ માટેની નવી સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.


ગુજરાતી સમાજ માટે વિશેષ જનસભા

આ બાદ મુખ્યમંત્રી ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની વિશેષ જનસભામાં હાજરી આપશે. આ સભામાં મુંબઈના 140થી વધુ ગુજરાતી સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે.


મુંબઈના રાજકીય મંચ પર ગુજરાતી વોટ બેન્કનું મહત્વ કોઇનાથી છુપાયેલું નથી. આ અભિયાન દ્વારા મુખ્યમંત્રીએ મુંબઇમાં વસતા લાખો ગુજરાતીઓ સાથે સંબંધ મજબૂત કરવાનું ધ્યેય રાખ્યું છે. ગુજરાતી સમાજના સાંસ્કૃતિક મથકોમાં યોજાતી પ્રચારસભાઓથી મુખ્યમંત્રી સમુદાયને પ્રભાવિત કરવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application