ગુજરાત ચેમ્બર દ્વારા ધર્મ અને ઉદ્યોગ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવતા ધર્મગુરુઓએ માર્ગદર્શન પૂરુ પાડયુ હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ ખાતે પં..પુ. દ્વારકા પીઠ જગતગુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી તેમજ અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ હિંદુ ધર્મ આચાર્ય સભા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિતિમાં ધર્મ અને ઉદ્યોગ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજન ના પ્રસંગમાં સ્વાગત પ્રવચન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ સંદીપભાઈ એન્જીનીયરે કરેલ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના સેક્રેટરી જીજ્ઞેશભાઈ કારિયા એ તેમને આવકારી હાર -તોરા કરી તેમને સન્માનિત કરેલ ત્યારે આ તકે દ્વારકા પીઠ જગતગુ શંકારાચાર્ય પં..પૂ. સદાનંદ સરસ્વતીજી એ જણાવ્યું કે આખું વિશ્ર્વ સમૃધ્ધ અને ભૌતીક સુખાકારી તરફ ખુબ જ આગળ વધી રહ્યું છે ત્યારે આધ્યાત્મિક મુલ્યો ક્ષીણ પણ થઈ રહ્યા છે તેમજ ધર્મ અને ઉદ્યોગ વિષય પર વ્યાખ્યાન કરેલ હતું ત્યારે આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ ના તમામ ઓફીસ બેરર્સ અને સભ્યો અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માં હાજર રહ્યા હતા ત્યારે આ બાબતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (અમદાવાદ) સેક્રેટરી જીજ્ઞેશભાઈ કારિયા એ જણાવેલ કે આવતા દિવસોમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ધર્મ અને ઉદ્યોગ ઉપર આ બાબતનું વ્યાખ્યાનનું આયોજન પં..પુ. દ્વારકા પીઠ જગતગુ શંકારાચાર્ય સદાનંદ સરસ્વતીજી તેમજ અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ હિંદુ ધર્મ આચાર્ય સભા સ્વામી પરમાત્મા નંદ સરસ્વતીજીની સહમતી લઈ એમના દ્વારા કરવામાં આવશે અને આનો લાભ તમામ વેપારીઓ તથા શહેરીજનો લઈ શકશે. તેમ જિજ્ઞેશ કારીયાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech