ગુજરાત શિક્ષણ બોર્ડનું ધો. 10નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધો. 10નું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. 83.08 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. આ વખતે છોકરા કરતા છોકરીઓએ મેદાન માર્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાનું 87.19 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 98.34 ટકા સાથે અમરાપુર કેન્દ્ર મોખરે રહ્યું છે.
ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી.
છોકરીઓએ મેદાન માર્યું
આ વર્ષે દીકરીઓએ દીકરાઓ કરતા 7.68 ટકા આગળ રહી મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા આવ્યું છે.
0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45
ધોરણ 10નું પરિણામ જાહરે થતાં આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. જ્યારે 72.55 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા છે. 100 ટકા પરિણામ વાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો આ વર્ષે 1574 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, 201 સ્કૂલોમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે., જ્યારે 0 ટકા પરિણામ વાળી સ્કૂલો 45 છે.
બોર્ડની વેબસાઇટ અને વ્હોટ્સએપ નંબરથી પરિણામ જાણી શકાશે
આજે 8 મે, બુધવારે જાહેર થનારું ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વ્હોટ્સએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે.
પરિણામની હાઈલાઈટ્સ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech