ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પોતાના X હેન્ડલ પર સત્તાવાર જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને જાહેર કરેલા વોટ્સએપ નંબર પરથી પોતાનું પરિણામ જાણી શકશે.
ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી.ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) May 7, 2025
?? વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ https://t.co/cJTxCW4Jq8 પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે @CMOGuj
વિદ્યાર્થીઓ આ વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકશે
આવતીકાલે જાહેર થનારું ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે
ગત વર્ષ કરતા ત્રણ દિવસ વહેલું પરિણામ જાહેર થશે
નોંધનીય છે કે, 2024માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. આ વર્ષે તેના કરતા ત્રણ દિવસ વહેલું પરિણામ જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech