અમદાવાદની જાણિતી યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી બે બંદૂક સાથે બે શખસની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેને લઈને ગુજરાત એટીએસએ આ ઓપરેશન હાથ ધરી બન્ને શખસને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.
પકડાયેલા બંને શખસ ગુજરાતના નથી
એટીએસના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં આવ્યા હતા અને કોઈ જ શંકા ન જાય તેવી રીતે બે લોકોને ઝડપી પાડયા હતા. બે શખસની ધરપકડ બાદ એટીએસની ટીમ હોસ્પિટલનો સમગ્ર વિસ્તાર સુરક્ષિત કર્યા પછી રવાના થઈ હતી. ગુજરાત એટીએસના DySP વિરજીત પરમારના જણાવ્યા અનુસાર બે શકમંદો આ વિસ્તારમાં આવી રહ્યા છે તેવી અમને જાણકારી હતી. જેના આધારે અમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતિું. ઝડપાયેલા બંને શખસ મૂળ ગુજરાતનાં નથી, FIRની પ્રક્રિયા ચાલી રહી છે.
હોસ્પિટલના ગેટ પરથી જ બંનેને ઝડપ્યા
બે વ્યક્તિ હથિયાર લઈને યુ.એન. મહેતા હોસ્પિટલ આવી રહ્યા છે તેવી માહિતી એટીએસને મળી હતી. આથી તાત્કાલિક આસપાસના વિસ્તારમાં એટીએસએ ટીમ તહેનાત કરી દીધી હતું. ગઈકાલે બપોરના સવા ચાર વાગ્યે એટીએસની ટીમે હોસ્પિટલના ગેટ પર બે શકમંદને રોક્યા અને બે બંદૂક સાથે ઝડપી પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech