ઓખા ખાતે કુપોષણ સામે લડવા વૃદ્ધિ પ્રોજેકટ શરુ

  • November 22, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાટા કેમિકલના સહકારથી શરુ કરાયેલા પ્રોજેકટમાં ગર્ભવતી મહિલાઓને સહાય કરવી: કિશોર-કિશોરીઓમાં ઍનિમિયાનું પ્રમાણ ઘટાડવા પ્રોજેકટ કાર્યરત

ટાટા કેમિકલ્સ લિમિટેડની સીએસઆર શાખા, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ અમલીકરણકર્તા ભાગીદાર નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એક પ્રોજેક્ટ ’વૃદ્ધિ’ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ માતા અને શિશુઓમાં કુપોષણ, ગર્ભવતી મહિલાઓ તથા કિશોર છોકરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા તથા ઓખામંડળ તાલુકામાં પ્રાથમિક સ્વાસ્થને લગતી સેવાઓમાં સુધારો કેળવવાનો છે.
પ્રોજેક્ટ ’વૃદ્ધિ’નો ઉદ્દેશ નવજાત શિશુઓમાં ઓછા વજન સહિત ગર્ભવસ્થાને લગતા પરિણામોમાં સુધારો કેળવવા કિશોર છોકરીઓ તથા ગર્ભવતી મહિલાઓને આવશ્યક સ્વાસ્થ સહાયતા ઉપલબ્ધ કરાવી કુપોષણને લગતી સમસ્યાનો વ્યાપક પ્રમાણમાં ઉકેલ મેળવવાનો છે. આ પ્રોજેક્ટ જન્મજાત ઓછું વજન (એલબીડબ્લ્યુ) ધરાવતા તમામ બાળકોની વહેલીતકે ઓળખ કરવા તથા તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. અને તેને લીધે નાની ઉંમરમાં આવશ્યક વિકાસની સુવિધા માટે મદદ મળશે. ૬થી ૫૯ મહિનાની વય જૂથમાં સેવર એક્યુટ મેલન્યુટ્રીશન (એસએએમ) બાળકોને ચાઈલ્ડ મેલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર (સીએમટીસી) દ્વારકા અથવા જામ-ખંભાળિયામાં ન્યુટ્રીશનલ રિહેબિલેટેશન સેન્ટર (એનઆરસી)માં ૧૪ દિવસની ફેસિલિટી-લેવલ કેર મળશે.
આ ઉપરાંત છ સપ્તાહની કોમ્યુનિટી-લેવલ કેર મળશે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ અંતર્ગત, સ્વાસ્થ સુવિધાને વધુ લોકો સુધી પહોંચાડવા સાથે મોબાઈલ હેલ્થ ક્લિનિક ઓખામંડળના ગ્રામીણ સમુદાયમાં ગ્રામીણ-સ્તરની સ્વાસ્થ સુવિધા પૂરી પાડશે. "આ ઉમદા પહેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં ટાટા કેમિકલ્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર એન્ડ પ્લાન્ટ હેડ એન.કામથે કહ્યું કે, "ટીસીએસઆરડી, નિરામય ચેરિટિબલ ટ્રસ્ટના સહયોગથી ઓખામંડળ તાલુકામાં માતા અને શિશુના કુપોષણ સામે લડવા માટે સમર્પિત છે.
અમારો લક્ષ્યાંક કુપોષણની સમસ્યાનો ઉકેલ મેળવવા ઉપરાંત સમુદાયમાં જાગૃતિ કેળવવી, મજબૂત સ્વાસ્થ્ય આંતરમાળખાકીય સવલતોનું સર્જન કરવું, સહયોગ સાથે ભાગીદારીનું નિર્માણ તથા ટકાઉ સામુદાયિક સમર્થનને વિકસિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાનો છે.આ ઉમદા પહેલ અંતર્ગત, અમે ઓછું વજન ધરાવતી ગર્ભવતી મહિલાઓને વિના મૂલ્યે પોષણને લગતી સલાહ મસલત ઉપલબ્ધ કરાવશું, આ સાથે ન્યુટ્રીશન કિટ્સ તથા પૂરક આહાર પણ ઉપલબ્ધ કરાવશું.વોશ (વોટર, સેનિટેશન એન્ડ હાઈજીન) પ્રેક્ટિસમાં સુધારો કરવા તથા ઓછા વજન ધરાવતા બાળકોની માતાને સ્તનપાન સંબંધિત સલાહ-મસલત આપવાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે.
આ ઉપરાંત, તાલુકામાં ગર્ભવતી મહિલાઓમાં હિમોગ્લોબિનના પ્રમાણને ટ્રેક કરવા માટે ફિમેલ હેલ્થ વર્ક્સ (એએનએમ-ઓક્સિલિયરી નર્સ મિડવાઈફ)ને ડિજીટલ હિમોગ્લોબિનોમીટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે અમારા આ ઉમદા પ્રયાસોમાં સમુદાય તરફથી પૂરતું સમર્થન મળે અને તેઓ સહભાગી બને તેવી આશા રાખી છીએ."
આ પ્રોજેક્ટની પહેલ લાંગા ગાળા માટે સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે આંગણવાડીઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપી હેલ્થકેર સાથે સંકળાયેલ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમાં એફએચડબ્લ્યુ/આશા/આંગણવાડી કાર્યકર્તાઓ તથા આરબીએસકે મેડિકલ અધિકારીઓ સહિત પ્રથમ હરોળના સ્વાસ્થ કર્મચારીઓને આવશ્યક તાલીમ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application