યાર્ડની બહાર 350થી વધુ વાહનોની કતાર જોવા મળી: મગફળી 40250 મણ, કપાસ 4860 મણ સહિત કુલ 63375 મણ જણસની આવક: ખેડુતો ખુશ
લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડો શ થયા છે ત્યારે ગઇકાલે હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીના મુર્હુતના સોદા ા.950 થી 2205 સુધી થયા હતાં, યાર્ડની બહાર 350 જેટલા વાહનો જણસ વેંચવા માટે આવ્યા હતાં, 63375 મણ જણસની આવક થઇ હતી જેમાં 40250 મણ મગફળી અને 4860 મણ કપાસની આવક થઇ હતી. આમ, મુર્હુતના સોદામાં ખેડુતોને સારા ભાવ મળતા ખુશ થયા હતાં.
મગફળી જીણીના ા.950 થી 2205 સુધી ભાવ રહ્યા હતાં અને 23000 ગુણીની આવક થઇ હતી જયારે મગફળી જાડી ા.900 થી 1130માં વેંચાઇ હતી, આ ઉપરાંત હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘઉંના નીચા ભાવ ા.500 થી 623 બોલાયા હતાં અને 242 ગુણીની આવક થઇ હતી જયારે અડદ ા.1200 થી 1750 ભાવમાં 497 ગુણીની આવક થઇ હતી, ચણા ા.1000 થી 1370ના ભાવમાં 446 ગુણીની આવક થઇ હતી જયારે સફેદ ચણા ા.2200 થી 2600માં વેંચાયા હતાં.
આ ઉપરાંત લસણ ા.3500 થી 6000ના ભાવમાં 916 ગુણીની આવક, કપાસ ા.1000 થી 1615 સુધીના ભાવમાં 1944 ગુણીની આવક થઇ હતી જયારે જી ા.4000 થી 4580 સુધીના ભાવમાં 145 ગુણીની આવક થઇ હતી જયારે અજમો ા.2200 થી 3205માં વેંચાયો હતો, અજમાની 41 ગુણી યાર્ડમાં આવી હતી જયારે ડુંગળી ા.200 થી 925 સુધીના ભાવમાં વેંચાઇ હતી અને 1006 ગુણીની આવક થઇ હતી. સોયાબીનમાં પણ ા.500 થી 865 બોલાયો હતો જેની 3438 ગુણી નજરે પડી હતી.
દિવાળી પહેલા ખેડુતોને 66 નંબરની મગફળીના મણના ા.2400 ભાવ ઉપજયા હતાં, તામીલનાડુથી થોડા વેપારીઓ આવ્યા છે, એટલે આગામી દિવસોમાં મગફળીના ભાવમાં વધારો થશે. આમ લાભપાંચમના મુર્હુતમાં સારા એવા સોદા થયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMશ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા મચાવી ધમાલ, રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી
November 07, 2024 01:42 PMજામનગરમાં યુવતિ પર ગેંગરેપમાં ત્રણ નરાધમોની રીમાન્ડની માંગણી
November 07, 2024 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech