સરકારે 1356ના ભાવે મગફળીની ખરીદી કરી: આજે 55 ખેડુતોને બોલાવ્યા, 11 વાગ્યા સુધીમાં 11 ખેડુતો આવ્યા: યાર્ડમાં 9 હજાર ખેડુતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
જામનગર નજીક આવેલા હાપા માર્કેટીંગ યાર્ડમાં ત્રણેક દિવસ ટેકનીકલ ખામીને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ શકી ન હતી, પરંતુ આજ સવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શઆત કરવામાં આવી છે, સરકાર દ્વારા એક મણના 1356 ભાવ નકકી કરાયા છે જયારે ખુલ્લી બજારમાં 900 થી 1200 વચ્ચે હોય ખેડુતોને વધુ ભાવ મળતા ખેડુતોમાં પણ ખુશીની લહેર છવાઇ છે.
આજે સવારે 9:30 વાગ્યા આસપાસ ભાજપના જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઇ સભાયાએ ટેકાના ભાવની મગફળીનો વિધીવત પ્રારંભ કરાવ્યો હતો, યાર્ડ દ્વારા 55 ખેડુતોને એસએમએસ કરવામાં આવ્યા હતાં, જેમાં સવારે 10 વાગ્યા સુધીમાં 11 ખેડુતો આવ્યા હતાં અને બપોર સુધીમાં વધુ ખેડુતો આવશે તેવી માહિતી યાર્ડના સેક્રેટરી હીતેશ પટેલે આપી હતી.
બે દિવસ પહેલા આશરે 900 જેટલા વાહનોમાં આજુબાજુના ગામડાઓમાંથી મગફળી વેંચવા માટે ખેડુતો આવ્યા હતાં, આખી રાત્રી અવરજવર રહી હતી, આખરે માર્કેટીંય યાર્ડ મગફળીથી ફુલ થઇ જતાં અઠવાડીયા સુધી મગફળી ન લાવવા ખેડુતોને યાર્ડ દ્વારા વિનંતી કરવામાં આવી હતી. યાર્ડની ચારેબાજુ મગફળીના ઢગલા જોવા મળ્યા હતાં, જામનગર જિલ્લાના 4 યાર્ડમાં ટેકનીકલ કારણોસર તા.11થી મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી, પરંતુ આજે સરકારના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.
આ વર્ષે 3-3 વખત માવઠા પણ થયા છે, જો કે વધુ વરસાદને કારણે પાણીની સમસ્યા આવી ન હતી જેને કારણે મગફળીનું સારૂ એવું ઉત્પાદન થયું હતું, જો કે માવઠાથી નુકશાન પણ થયું હતું અને જોઇએ તેટલો પાક મગફળીનો ઉતર્યો ન હતો, છતાં પણ મગફળીની સારી ઉપજ હોવાથી ખેડુતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. હાપામાં ખુલ્લા બજારમાં સવારથી મગફળીની હરરાજી શરૂ થઇ હતી જેમાં ા.900 થી 1200 મગફળીના મણનો ભાવ બોલાયો હતો, એટલે કે લગભગ 200 રૂપિયા આસપાસ તફાવત જોવા મળ્યો હતો.
કાલાવડ, જામજોધપુર, ખંભાળીયા અને હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસની વધુ આવક થતી હોય છે અને હાલારના આ ચાર યાર્ડ મુખ્ય છે ત્યારે સરકારે થોડા દિવસ પહેલા ખેડુતો પાસેથી 1356ના ભાવે યાર્ડમાં મગફળી ખરીદવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી, જો કે આ વખતે મગફળીનો સારો પાક થયો હોવા છતાં પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં કોઇ જ ફેરફાર થયો નથી, ડીસેમ્બરના પહેલા અઠવાડીયાથી કદાચ નવું સિંગતેલ બજારમાં આવે તેવી શકયતા છે, હજુ છ દિવસ સુધી યાર્ડમાં મગફળી લાવવાની મનાઇ છે અને હાલ તો આખુ હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી છલોછલ થઇ ગયું છે ત્યારે ખેડુતોને એક નવી આશા બંધાઇ છે.
ટેકાના ભાવે મગફળીનો ઉતારો કેટલો હોવો જોઇએ તેની વેપારી અગ્રણી પ્રભુલાલભાઇના જણાવ્યા મુજબ જીણી મગફળીનો ઉતારો 14 અને જાડી મગફળીનો ઉતારો 13 હોય છે, એટલે કે 1.70 જીણી અને 65 જાડી મગફળીનો ઉતારો લેવાનો હોય છે, ખુલ્લા બજારમાં જીણી મગફળીનો ભાવ 1200 આસપાસ ચાલે છે અને તામીલનાડુથી જે વેપારીઓ મગફળી ખરીદવા આવે છે તે 9 અને 43 નંબરની મગફળીના ભાવ 1500 થી 1800 સુધી આપે છે. માર્કેટીંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક ચાલું છે અને ખેડુતોને પણ હાલ પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે.
આજે મગફળી માટે યાર્ડમાં ખરીફ-24નું સમર્થન મુલ્ય 6783 પ્રતિ કવીન્ટલ નિધર્રિીત થયું છે, આ ઉપરાંત સોયાબીન ખરીફ-24 માટે 4892, અડદ ખરીફ 7400, મગ 8682 પ્રતિ કવીન્ટલ ટેકાના ભાવ નકકી કરાયા છે અને સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટીંગ કરીને ખેડુતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech