ગેરેન્ટેડ વળતરના કારણે ઉનાળુ વાવેતરમાં પણ મગફળી નંબર વન: એક લાખ હેકટર વધુ વાવેતર
ગેરેન્ટેડ વળતરના કારણે ઉનાળુ વાવેતરમાં પણ મગફળી નંબર વન: એક લાખ હેકટર વધુ વાવેતર
April 08, 2026 01:53 PM
રાજકોટ : વાવેતર ગમે તેટલું વધે તો પણ ઓછામાં ઓછા પિયા ૧,૪૫૦ એક મણના મળશે તેવી ગેરેન્ટેડ વ્યવસ્થાના કારણે આ વર્ષે ઉનાળું વાવેતરમાં પણ મગફળી નંબર વન રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૯ ટકા જેટલું વધુ વાવેતર ઉનાળુ મગફળીનું થયું હોવાનો અંદાજ રાયના કૃષિ વિભાગ દ્રારા મૂકવામાં આવ્યો છે. કૃષિ વિભાગના સાધનોના જણાવ્યા મુજબ ગયા વર્ષે ૧૧.૨૫ લાખ એકટરમાં ઉનાળું મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે આ વર્ષે ૧૨.૨૭ લાખ હેકટરમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીએ એકાદ લાખ હેકટર વધુ છે અને ટકાવારીની દ્રષ્ટ્રિએ ૯ ટકા વધારે છે.ખેડૂતોને જણાવ્યા મુજબ સરકારે આ વર્ષે મગફળીની પિયા ૧,૪૫૦ ના ટેકાના ભાવે ખરીદી કરી છે અને હવે ટેકાના ભાવમાં વધારો ન થાય તો પણ ઘટાડો તો નહીં જ થાય તેવી ગણતરી માંડીને ખેડૂતો આ વખતે પણ મગફળી તરફ વધુ વળ્યા છે. ઉનાળુ વાવેતરમાં બીજા નંબરે તલ આવે છે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ તલમાં વ્યાપારી ખરીદી સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત નિકાસ માટે પણ સારી તક હોય છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી ઉનાળું વાવેતરમાં તલનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ વધુ છે. તલમાં ગયા વર્ષે ૧.૧૯ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વખતે ૧૦,૦૦૦ હેકટર વધુ વાવેતર થયું છે. ઉનાળુ વાવેતરમાં તલની ગુણવત્તા વધુ સારી હોવાનું કારણ પણ વધુ વાવેતર માટે કારણભૂત છે. તલ અને મગફળીનું વધારે વાવેતર હોવા છતાં કઠોળમાં પણ વાવેતર વિસ્તાર વધ્યો છે. ૬૦૦૦૦ હેકટરમાં વાવેતર આ વર્ષે થયું છે જે ગયા વર્ષની સરખામણીએ અને એવરેજ કરતા ૧૫ થી ૧૭% વધુ છે. ડાંગરમાં ગયા વર્ષે ૧.૨૬ લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું તેના બદલે આ વખતે ૧.૩૧ લાખ હેકટરમાં વાવેતર થયું છે. બાજરીનું વાવેતર ૩.૨૫ લાખ હેકટર માં થયું છે. આમ મોટાભાગની જણસોમાં વાવેતર વિસ્તાર વધી ગયો છે.