પૌરાણિક અને ધાર્મિક માન્યતા અનુસાર અગિયારસથી પૂનમ ભગવાન શ્રીકૃષ્ણ ઉપરાંત ૩૩ કરોડ દેવતાઓએ પણ વાસ કર્યેા હતો. અગિયારસની મધરાત્રિથી જ વિધિવત પરિક્રમા પ્રારભં થાય છે. પરંતુ હવે આગોતરી પરિક્રમા પણ શ થઈ જાય છે.પૌરાણિક અને ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ બહેન સુભદ્રાજીના લ માટે પ્રથમ પરિક્રમા કરી હતી અને અગિયારસથી પૂનમ સુધી ગિરનાર જંગલમાં જ વાસ કર્યેા હતો. આથી ભગવાનના સાનિધ્ય માટે ૩૩ કરોડ દેવી–દેવતાઓએ પણ ગિરનાર જંગલમાં જ વસવાટ કર્યેા હતો ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહત્વ હોવાની માન્યતા છે.
ગિરનારની પરિક્રમાનું મહત્વ અનાદિકાળથી છે ધીમે ધીમે આ પરિક્રમાનું મહત્વ વધતું જાય છે. સમય જતા પરિક્રમા શ થવામાં અને પરિક્રમા ઉધ્ઘાટનના સ્થળમાં પણ ફેરફાર થયો છે. અગાઉ પરિક્રમામાં અગિયારસથી મધ રાત્રે બંદૂકના ભડાકે કરવાનો વર્ષેા જૂની પરંપરા હતી પરંતુ છેલ્લ ા પાંચ વર્ષથી આ પરંપરા બધં કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાયતન પાસે આવેલ પરિક્રમા ગેટ પાસેથી જ વિધિવત રીતે પરિક્રમા નું ઉધ્ઘાટન થતું પરંતુ હવે પરિક્રમા નું ઉધ્ઘાટન સ્થળ પણ બદલી ભવનાથ તળેટી દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે રાખવામાં આવ્યું છે. ગિરનાર પાવન કારી લીલી પરિક્રમા વનરાઈઓ અને ખડખડ વહેતા ઝરણાઓ, વાંકી ચૂકી કેડીઓ અને કાચા રસ્તાઓ, પહાડી, ટેકરીઓ ચડતા ઉતરતા અને વનરાઈ વિંધતા શ્રદ્ધાળુઓ પર્વત રાજ ગિરનારની પરિક્રમા કરે છે.જોકે હવે ઉતાવળિયા પરિક્રમા કરવા આવતા ભાવિકોના કારણે પરિક્રમાનું મહત્વ કમ પિકનિક પોઇન્ટ વધુ થઈ રહ્યું છે. અગિયારસની મધરાત્રિથી જ થતી પરિક્રમાનો પ્રારભં ભાવિકોના ઘસારાના કારણે તંત્રએ વહેલી શ કરી છે જેથી વર્ષેા જૂની પરંપરા વિસરાઈ રહી છે.ધાર્મિક માન્યતા અનુસાર દેવોની રાત્રી ૪ માસની અષાઢ સુદ પૂનમ થી કારતક સુદ અગિયારસની હોય છે આ સમય દરમિયાન દેવો સુતા હોય છે. તે દરમિયાન આત્માને સંયમતાને લોકો કરતા હોય છે અને તેઓના પાપનો નાશ થાય અને ઈશ્વરના આશીર્વાદ મળે, એવી શ્રદ્ધા સાથે લોકો પરિક્રમા કરે છે તેમ જ પરિક્રમા શ થવાનું મુખ્ય કારણ એમ પણ માનવામાં આવે છે કે દેવો લાંબી નિંદ્રામાંથી કારતક સુદ અગિયારસના રોજ જાગે છે તે દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને આથી દેવો જાગ્યાની તિથિથી પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમા કરવા નાના ભૂલકાઓથી લઈને વયો વૃદ્ધ વર્ષેા વર્ષ પણ આવે છે. કેટલાક તો તેની ત્રણથી ચાર પેઢી એક સાથે લઈ પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધતા જોવા મળે છે.
પરિક્રમાના ટ પર ગરીબો થી લઇ અમીરો એક જ ટ અને એક જ પંગત પર બેસી જમતા પણ જોવા મળે છે. અહીં નાત જાત જોવા મળતી નથી જેથી જ આ પરિક્રમા એકતામાં વિવિધતા દર્શાવતી અને ભાઈચારાની ભાવના ઉજાગર કરે છે. એકવાર પરિક્રમા કરે તે એકી સંખ્યામાં પૂર્ણ કરે છે જેથી કેટલાક પરિક્રમાથીઓ ત્રણ, પાંચ, અગિયાર અને ૨૧ જેટલી પરિક્રમા પણ પૂર્ણ કરતા જોવા મળે છે. પરિક્રમા ન કરે ત્યાં સુધી મનને શાંતિ પણ મળતી નથી તેવું પણ કહેવામાં આવે છે. જેથી જ આ પરિક્રમામા નાના બાળકથી લઈ સતાયુ સુધીના ભાવિકો જંગલના ટેકરાળ વિસ્તારમાં એકબીજાના સથવારે પરિક્રમા પૂર્ણ કરતા જોવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech