BREAKING NEWS

શેરબજારમાં શાનદાર તેજી: સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો, નિફ્ટીમાં ૨૧૩ પોઈન્ટનો ઉછાળો

  • December 22, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




શેરબજારે ઘણા દિવસો સુધી ઘટાડાનો સામનો કર્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ આજે મજબૂત શરૂઆત કરી હતી. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો, અને નિફ્ટી 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. થોડા જ સમયમાં, સેન્સેક્સ ૬૫૫ પોઈન્ટ ઉછળીને ૮૫,૫૮૪ના સ્તર પર ટ્રેડ થયો હતો. જયારે નિફ્ટી ૨૧૩ના ઉછાળા સાથે 26,૧૭૯ ઉપર ટ્રેડ થયો હતો. આગામી વર્ષે વિદેશી રોકાણકારોના પ્રવાહ અને વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો, જેના કારણે બજારમાં તેજી જોવા મળી.


નિફ્ટીના મુખ્ય શેરોમાં, હિન્ડાલ્કો, ટેક મહિન્દ્રા અને ટીસીએસ ટોચના શેરોમાં હતા. એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, મેક્સ હેલ્થકેર અને સિપ્લા ઘટ્યા. એનએસઈ પરના બધા સેકટોરીયલ ઈન્ડીકેટર્સ ગ્રીન ઝોનમાં હતા, જેમાં મેટલ, આઈટી અને મીડિયા ક્ષેત્રો સૌથી વધુ વધ્યા હતા. મેટલ ક્ષેત્રે આશરે 1.48 ટકા, આઈટી 1.23 ટકાઅને મીડિયા 0.77 ટકાનો ઉછાળો આવ્યો.

બજારના નિષ્ણાતો માને છે કે વર્ષના અંત સુધીમાં બજારમાં વધુ તેજી આવી શકે છે. મજબૂત થતો રૂપિયો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી આ તેજીને વધુ વેગ આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application