રાજયની ૨૯માંથી માત્ર ત્રણ ગ્રાન્ટેડ કોલેજોએ પ્રથમ વર્ષમાં પ્રવેશ આપ્યા

  • December 26, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ યની ૨૯માંથી માત્ર ત્રણ ગ્રાન્ટેડ કોલેજોએ પ્રથમ વર્ષમાં પ્રવેશ આપ્યા
સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયભરમાં આવેલી ૩૩ ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજોમાંથી માત્ર ચાર લો કોલેજને વર્તમાન શૈક્ષણિક સત્રમાં પ્રથમ વર્ષમાં એડમિશન આપવાની છૂટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્રારા આપવામાં આવી છે અને તેના કારણે માત્ર આ ચાર કોલેજોમાં જ વર્તમાન શૈક્ષણિક સત્રમાં પ્રથમ વર્ષમાં એડમિશન અપાયા છે.
રાયભરની કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રની પ્રથમ ટર્મ પૂરી થઈ ગઈ છે અને બીજી ટર્મ પણ ચાલુ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી ૨૯ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ એવી છે કે ત્યાં પ્રથમ વર્ષમાં એક પણ વિધાર્થીનું એડમિશન થયું નથી. આવી કોલેજોમાં ચાલુ વર્ષે પ્રથમ વર્ષમાં એડમિશનની હવે કોઈ શકયતા દેખાતી નથી. પરંતુ આગામી નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૫ –૨૬ માં પણ આવી પરિસ્થિતિ ન રહે તે માટે શું રસ્તો નીકળી શકે તેની ચર્ચા વિચારણા આગામી તારીખ ૩૦ ના રોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તથા રાયસભાના સભ્ય મનન કુમાર મિશ્રાની હાજરીમાં ચર્ચા થાય અને મહત્વના નિર્ણયો લેવાય તેવી શકયતા હોવાનું શિક્ષણ જગતમાંથી જાણવા મળે છે.
શિક્ષણ જગતના અને તેમાં પણ ખાસ કરીને લો ફેકલ્ટીના સિનિયર અધ્યાપકોના જણાવ્યા મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ચાલુ વર્ષે નવા શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ આપતા પહેલા પ્રત્યેક લોકોને પોતાનું અલગ બિલ્ડીંગ હોવું જોઈએ, લાઇબ્રેરી સહિતની પાયાની માળખાગત સુવિધાઓ હોવી જોઈએ, વર્ગખંડ, મુક કોર્ટ, ટીચીગ અને નોન ટીચિંગ સ્ટાફ કવોલીફાઈડ હોવો જોઈએ તે સહિતની તમામ બાબતો પર ભાર મૂકયો હતો. પરંતુ ગુજરાતની ૩૩ માંથી માત્ર ચાર કોલેજો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આ માપદંડમાં પાસ થતી હોવાથી તેમને પ્રથમ વર્ષમાં એડમિશન માટે છૂટ આપવામાં આવી છે અને અન્ય ૨૯ કોલેજોને પૂરતી સુવિધા ન હોવાના મામલે પેનલ્ટી ફટકારવામાં આવી છે.
પેનલ્ટી ફટકારવાના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આ નિર્ણય પછી જે કોઈ કવેરી નીકળતી હતી તે સોલ્વ કરીને પેનલ્ટી ભરી એડમિશન આપવાના બદલે મોટાભાગની કોલેજના સંચાલકોએ પેનલ્ટી સામે હાઇકોર્ટમાં રીટ પીટેશન કરી છે અને તેનો હજુ અંતિમ ચુકાદો આવ્યો નથી. સમગ્ર બાબત સબયુડિશ હોવાથી એડમિશનની સમગ્ર પ્રક્રિયા ખોરભે પડી છે.
દરમિયાનમાં આગામી તારીખ ૩૦ના રોજ અમદાવાદ ખાતે સાયન્સ સીટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાયસભાના સભ્ય તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા આવી રહ્યા હોવાથી સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજના સંચાલકો ત્યાં જવાના હોવાનું જાણવા મળે છે. આ બેઠક પછી કોઈ મહત્વના નિર્ણય લેવાય તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પેનલ્ટીમાં રાહત મળે અને કોર્ટ કેસ પાછા ખેંચીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જરિયાત મુજબની વ્યવસ્થા ઉભી કરવાના મુદ્દે મધ્યમ માર્ગ કાઢવામાં આવશે તેવું જાણવા મળે છે અને જો આમ થશે તો આગામી નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૫– ૨૬ માં પ્રથમ વર્ષ લો માં એડમિશનનો માર્ગ ખુલ્લો થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application