પ્રથમ વખત સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના એક સાથે ૫૧ દુલ્હા-દુલ્હન નિકાહ પઢશે: કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીના જન્મદિવસ પર અંતર્ગત સંજરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ વિઘા જમીન ઉપર ભવ્યાતિભવ્ય આયોજન
જામનગરમાં વિરોધ પક્ષના પુર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફભાઈ બહીના જન્મ દિવસ અંતર્ગત સંજરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૨૯-૧૨-૨૦૨૪ ને રવિવારે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના ૫૧ દુલ્હા-દુલ્હનની સમુહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ ભવ્ય આયોજનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૨૮-૧૨-૨૦૨૪ને શનિવારે રાતે ૯:૦૦ વાગ્યે કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ ઉપર આવેલ રૂમી પાર્ક ખાતે વાયઝ શરીફનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મરકઝ એ એહલે સુન્નતની જાન નબીરા એ આલા હઝરત, જાનશીન એ તાજુશરીઅ, શેહદા એ તાજુશરીઅ, ઝેરે સદારત હઝરત અલ્લામા અસ્જદ રઝા કાઈદે મિલ્ત કાઝીયુલ કુઝઝાત ફીલ હીંદ ખિતાબતની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત દામાદે હુઝુર કાઈદે મિલ્લત અલ્લામા મુફતી આશીક હુશૈન કાદરી રઝવી (કશ્મીરી), ખલીફા એ હુઝુર તાજુશરીઅહ અલ્લામા શૈયદ ફૈજાન મીયા હશની જમાલી કાઝી એ શહેર (રામપુર,યુપી), ખલીફા એ હુઝુર તાજુશરીઅહ હઝરત પીરે તરીકત શૈયદ અબ્દુસ્સમદ કાદરી (મુંબઈ), કાઝી એ ગુજરાત ખલીફા એ તાજુશ્કરીઅહ હઝરત સૈયદ શલીમબાપુ કાદરી, ખલીફા એ હુઝુર તાજુશરીઅહ સૈયદ ગુલામ હુશેનબાપુ કાદરી ઈમામ જામા મસ્જિદ (બેડી), મુન્નઝીરે અહલે સુન્નત અલ્લામા અબ્દુરસત્તાર હામદાની શાહબ (પોરબંદર), હમદર્દ એ મિલ્લત હઝરત મૌલાના ઉસ્માન ગનીબાપુ (ધ્રોલ), શાયરે એ અહલે સુન્નત શૈયદ તસ્નીમબાપુ કાદરી મહેબુબી (જામનગર), ખલીફા એ હુઝુર તાજુશરીઅહ હઝરત સૈયદ સીકંદર બાપુ (રાજકોટ),ખલીફાએ હુઝુર તાજુશરીઅહ મૌલાના સુલેમાન બરકાતી કાઝી એ શહેર (જામનગર), ખલીફા એ કાઈદે મિલ્લત મૌલાના હાફીઝ ફૈઝુલ હશન ઈમામ મદીના મસ્જિદ (જામનગર), નાશીર એ મસ્લકે આલ હઝરત સૈયદ બરક્ત શાહ બાપુ કાદરી (રાજકોટ), ખલીકા એ હુઝુર મુહદદીપે કબીર મુહની અહમદ રઝા શાહબ નીઝામી (જામનગર), ખલીફા એ હુઝુર મુહદદીપે કબીર મુહતી મુઝમ્મીલ સાહબ બરકાતી (જામખંભાળીયા), ખલીફા એ હુઝુર તાજુરશરીઅહ હઝરત સૈયદ યુનુસ બાપુ બુખારી (જામખંભાળીયા), ખલીફા એ કાઈદે મિલ્લત મૌલાના શરફરાઝ સાહબ (જામનગર) તેમજ સૈયદ વઝીર અલી બાપુ (રાજકોટ), કારી સૈયદ છોટે સલીમ બાપુ બુખારી, મૌલાના કારી નૌશાદ આલમ સાહબ રઝવી, મૌલાના કારી મુઝમ્મીલ સાહબ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહીને પોતાની આગવી શૈલીમાં તકરીર ફરમાવશે.
આ પ્રસંગના અન્ય આયોજનમાં તા.૨૯-૧૨-૨૦૨૪ને રવિવારે સવારે ૯:૦૦ વાગ્યે દુલ્હન માટે આમીનનો કાર્યક્રમ યોજાશે. ત્યારદબાદ સવારે ૧૧ વાગ્યે નિકાહ પઢાવવામાં આવશે અને ૧૨:૩૦ વાગ્યે સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં બપોરે ૨ વાગ્યે આશરે ૧૫ હજાર થી વધુ વ્યક્તિઓ માટે સમુહ ભોજન (ન્યાઝ)નું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અલ્તાફભાઈ ખફી તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
લગ્નનું રજીસ્ટ્રેશન અલ્તાફભાઈ દ્વારા કરી આપવામાં આવશે
આ સમુહ લગ્નના આયોજનમાં તમામ દુલ્હા-દુલ્હનના નિકાહનું રજીસ્ટ્રેશન અલ્તાફભાઈ દ્વારા કરી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ દુલ્હા-દુલ્હનોને સરકારી યોજના કુંવરબાઈ મામેરા નો લાભ અપાવવામાં આવશે.
અકલ્પનીય કરીયાવર તથા ભવ્ય સામીયાણુ
પિતા પોતાની દીકરીના નિકાહમાં જે રીતે કરીયાવર આપતા હોય તેથી પણ વિશેષ કરીયાવર અને નિકાહનું આયોજન તથા વ્યવસ્થા અલ્તાફભાઈ ખફી દ્વારા કરવામાં આવેલ છે. ઉપરાંત ઝાકઝમાળથી ભરપુર સાજ-સજાવટ વિશાળ સામીયાણામાં કરવામાં આવેલ છે. જે ઈન્સાનીયતનું એક ઉમદા ઉદાહરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech