જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કાર્યક્રમ
તા. ૨૩-૦૯-૨૦૨૪ ના રોજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘થનગનાટ’ નવરાત્રિ-૨૦૨૪ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટનાં ફાઉન્ડર ચેરમેન જયંતીલાલ હરિયા, મેનેજિંગ ટ્રસ્ટી રમણીકલાલ શાહ, સેક્રેટરી ચંદુલાલ શાહ, ટ્રસ્ટી ડૉ. ભરતેશ શાહ, કોલેજ કમિટી મેમ્બર્સ પરિમલ વાધર તથા મીનાક્ષીબેન શાહ, કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણ, જેવીઆઇએમએસ એમબીએ કોલેજનાં ડાયરેક્ટર ડૉ. અજય શાહ, બીસીએ કોલેજનાં પ્રિન્સિપાલ હેતલ સાવલા, વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસ, હોસ્ટેલ કમિટી મેમ્બર્સ કલાબેન શાહ તથા જયબેન માલદે, એલ.એન.સી. ના કમિટી મેમ્બર કમલેશ સાવલા, એલ.જી. હરિયા સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ પટ્ટ, સ્ટાફ ગણ, આમંત્રિત અતિથિગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.
પ્રસ્તુત કાર્યક્ર્મનો પ્રારંભ માઁ આદ્યશક્તિની આરાધનાથી કરવામાં આવેલ હતો. ત્યારબાદ હર્ષોલ્લાસ સાથે જબરદસ્ત જોશ અને અનોખા ઉત્સાહથી વિદ્યાર્થીઓને પંચીયા રાસ, મંડલી, તાલી રાસ, ચોકડી અને થિમેટીક રાઉન્ડ, એલ્યુમ્નાઇ તથા સ્ટાફ રાઉન્ડ રમાડવામાં આવેલ હતા. દરેક રાઉન્ડ વાઇઝ વિદ્યાર્થીઓને ફર્સ્ટ અને રનર્સઅપ જાહેર કરવામાં આવેલ હતા, તેમજ ‘થનગનાટ’ મેગા પ્રિન્સ તથા ‘થનગનાટ’ મેગા પ્રિન્સેસ પણ જાહેર કરવામાં આવેલ હતા. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ઇનામોની વણઝારમાં રૂ. 75,000/- ના રોકડ ઇનામો, ડેકોર વોલ પીસ તેમજ ગીફ્ટ વાઉચર્સ વગેરેનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થનગનાટ – નવરાત્રિના જજીસ તરીકે ડૉ. સ્વાતી મેહતા, નિર્મલ દવે, મીરા સાયાણી તથા હાર્દિક પુરોહિત ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમના શિરે જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech