ચેટીચડં કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્રારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટ્રદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધી સમાજ ચેટીચંડ' અથવા 'સિંધી દિન' તરીકે ઉજવે છે. આ દિવસે તેમના ઇષ્ટ્રદેવ ઝૂલેલાલની 'ઝૂલેલાલ બહરાણા સાહબ' સ્વપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. રાજકોટમાં આજકાલ દૈનિકના સંગાથે સિંધી યુવા સેના રાજકોટ દ્રારા આગામી તારીખ ૨૯ને શનિવારના રોજ વેલકમ ૨૦૨૫નું ભવ્યા તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અનેકવિધ કાર્યક્રમની વણઝાર સાથે સિંધી સમાજના લોકો દ્રારા તેઓના નવા વર્ષનું આગમન કરવામાં આવશે. સિંધી સમાજના અગ્રણીઓ દ્રારા આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આજકાલ દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવેલા સિંધી સમાજના અગ્રણીઓએ આ કાર્યક્રમની પરેખા આપતા જણાવ્યું હતું કે, આગામી તારીખ ૨૯ ને શનિવારે સિંધી સમાજનું ૧૦૭૫મું ચેટીચડં પર્વનું આજકાલ દૈનિકના સંગાથે રાજકોટમાં બંધન પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે સાંજે ૬:૩૦ કલાકે બાળકો માટે વેશભૂષા સ્પર્ધા યોજાશે. જરિયાતમદં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તથા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સહાય માટે સાંજે ૬:૩૦ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિંધી સમાજના જ્ઞાતિજનો દ્રારા મુકતમને રકતદાન કરવામાં આવશે. સાંજે ૭:૦૦ કલાકે મહા આરતી થશે. ઉત્તમચદં આવતરામ વનવાણી રાજા વનવાણી ઝુલેલાલ મ્યુઝિકલ ગ્રુપ એન્ડ આર બી ઇવેન્ટના સથવારે સાંજે ૭:૦૦ કલાકથી મ્યુઝિકલ પ્રોગ્રામની શઆત થશે. સાંજે ૭:૩૦ કલાકે ભેરાણા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે ૮:૦૦ વાગ્યાથી સમાજજનો માટે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. ગુજીભાઈ સાહેબ અમરલાલ સાહેબજી, પૂ.ગુજી શલુદીદી સાહેબ ઓમ શાંતિ સત્સગં ગ્રુપ, પૂ.ગુજી ભાઈસાહેબ દશરથલાલજી, પૂ. ગુજી નીબેન ગૌરી પુજારી હર મંદિર ગુ સ્થાને ઉપસ્થિત રહી આ કાર્યક્રમને દિપાવશે. સિંધી સમાજના ચેરમેન તથા આજકાલ દૈનિકના મોભી એવા ધનરાજભાઈ જેઠાણી, સિંધી સમાજ રાજકોટના પ્રમુખ લીલા રામભાઈ પોપટાણી, સતં બાબા ટહેલિયા રામ સાહેબ સિંધી પંચાયતના પ્રમુખ ક્રિપાલભાઈ કુંદનાણી, અજીતભાઈ લાલવાણી, સિંધી સમાજના સેક્રેટરી બ્રીજલભાઈ સોનવાણી, ઓમ નમ: શિવાય ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઈ ટેકવાણી, જીએસટી ફાઇનાન્સ એકસપર્ટ અને એડવોકેટ જીતેશભાઈ પુનવાણી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે આજકાલ દૈનિકના મેનેજિંગ ડાયરેકટર ચંદ્રેશભાઇ જેઠાણી, અનિલભાઈ જેઠાણી ધનરાજ બિલ્ડર્સ, શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણી તથા વોર્ડ નંબર ત્રણના કોર્પેારેટર કુસુમબેન સુનિલભાઈ ટેકવાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય ઉદયકાનગડ, ડો.દર્શિતા શાહ, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, વજુભાઈ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, આ દિવસે સિંધીઓ એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. આ પવિત્ર દિવસે અગત્યના શુભપ્રસંગો જેમ કે જનોઇ, ગૃહપ્રવેશ વગેરે યોજવામાં આવે છે. ચેટીચડં સિંધી ભાઇ–બહેનોનો ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક તહેવાર છે. ચેટીનો અર્થ છે ચૈત્ર માસ અને ચંડનો અર્થ છે ચંદ્રતિથિ. આમ ચેટીચડં એટલે ચૈત્ર માસની ચંદ્રતિથિ. ચૈત્ર સુદ એકમથી સિંધી લોકોનું નૂતન વર્ષ શ થાય છે. ચેટીચંડના તહેવારને સિંધી દિવસ પણ કહેવામાં આવે છે. સિંધી સંસ્કૃતિનો અમર પર્વ ચેટીચડં દર વર્ષે દેશ–વિદેશમાં ઉત્સાહ અને ઉમંગથી ઊજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના સિંધી ભાઇ–બહેનો બધા ભેદભાવ ભુલાવીને ખૂબ જ પ્રેમથી એકબીજાને ભેટે છે. વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. વણદેવતા અને સિંધી સમાજના ઇષ્ટ્રદેવ ઝૂલેલાલની મૂર્તિ અને યોતિ ઉપરાંત સિંધી સંતો, મહાત્માઓ, મહાપુષો, શહીદોની મૂર્તિઓ તેમજ સામાજિક દૂષણોની ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આયોલાલ! ઝૂલેલાલના નાદથી ગગન ગુંજી ઊઠે છે. સિંધી યુવા સેના રાજકોટ દ્રારા સતત બીજા વર્ષે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર સિંધી સમાજને ઉપસ્થિત રહેવા દિનેશભાઈ પારવાણી, જયેશભાઈ વધ્યા, અમિતભાઈ સહાની સહિતના સિંધી અગ્રણીઓ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.
બાઈક રેલીનું ભવ્ય આયોજન: અઢીથી ત્રણ હજાર લોકો બાઇક રેલીમાં જોડાશેે
શિવ ગ્રુપ રાજકોટ દ્રારા આગામી તારીખ ૨૯ ને શનિવારે સાંજે ચાર કલાકે જુલેલાલ ભગવાનના આશીર્વાદ લઈને વેલકમ બાઈક રેલી જુલેલાલ મંદિરથી શ થશે. આ બાઈક રેલીને આજકાલના મુવી અને સિંધી સમાજના ચેરમેન એવા શ્રી ધનરાજભાઈ જેઠાણી, આજકાલના એમડી ચંદ્રેશભાઇ જેઠાણી, તથા અનિલભાઈ જેઠાણી સહિત સિંધી સમાજના અગ્રણીઓ દ્રારા લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં ફુલ ટાઈટ સિકયુરિટી બાઉન્સરની સંગાથે લેડીઝ જેન્ટસ બંનેના વિભાગ અલગ અલગ હશે. અને ડ્રેસકોટ જેન્ટસ માટે વાઈટ શર્ટ અને લેડીઝ માટે વ્હાઇટ કુર્તી રેડ દુપટ્ટો રાખેલ છે. આ રેલીમાં આશરે અઢીથી ત્રણ હજાર સુધી સમાજના લોકો જોડાશે. હેલી જુલેલાલ મંદિરથી નીકળી સુપર કોલ્ડિ્રંકસ, સતં નિરંકારી ભવન મેઈન રોડ, કાવેરી કોમ્પ્લેકસ, પરસાણા નગર મેઇન રોડ, સુંદરમ પાન, ગોરેશ્વર મહાદેવ મંદિર, ગોપલાણી ચોક, શિવ ચોક, સિંધી કોલોની મેઇન રોડ, સતં બાબા ટહેલિયા રામ દરબાર સાહેબ, જંકશન મેઈન રોડ, જંકશન પોસ્ટ ઓફિસ, જામ ટાવર, રેસકોર્સ રીંગરોડ, બાલ ભવન, રૈયા રોડ, રૈયા ચોકડીથી અયોધ્યા ચોક અને ત્યારબાદ બંધન પાર્ટી પ્લોટ ખાતે રેલીની પૂર્ણાહત્પતિ થશે. શિવ ગ્રુપ દ્રારા સતત બીજા વર્ષે આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech