સતંવાણીના કાર્યક્રમમાં પ્રસિધ્ધ કલાકાર દેવાયત ખવાડ અને પરેશદાન ગઢવીએ રમઝટ બોલાવી
ધ્રોલના ધ્રોલ તાલુકાના હમાપર ગામે સમસ્ત ડાંગર પરીવારના ધ્વારા નવ નિમર્ણિ પામેલ શ્રી ચામુંડા માતાજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીયનું ભવ્ય આયોજન દરમ્યાન વવિધ ધાર્મિક કાર્યકરો તેમજ ત્રણ દિવસ સુધી ધુળાણાબંધ ગામ જમણવાર સહીત પ્રસિધ્ધ કલાકારોના સંતવાણી કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ, ધાર્મિક લોકો જોડાયા હતા ત્યારે હમાપર ગામે અતિ ભવ્ય શ્રી ચામુંડા માતાજીના નવનિર્મિત મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા વવાણીયાના મંહતશ્રી પ.પુ. સંત શ્રી પ્રભુદાસ ગરુ જગન્નાથજી તેમજ જોડીયાના તારાણાના મોગલ માતાજી મંદિરના માતૃશ્રી મુરીમાંના વરદ હસ્તે મંદિરના ગર્ભ ગૃહમાં ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય સંપન કરવામાં આવેલ હતુ.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હમાપર ગામે ડાંગર પરીવારના કુળદેવી ભગવતી શ્રી રાજરાજેશ્વરી બ્રહમાંડની મા શ્રી ચામુંડા માતાજીની મુર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. 4ના રોજ પ્રાંરભ કરવામાં આવ્યો હતો ત્યારે * પ્રથમ દિવસે મહુવાના પ્રસિધ્ધ કથાકાર નાનાલાલ રાજયગુરુ સહીતના સંતો, મહંતો પધારતા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં ઓલ હતુ અને તા. 6 ના રોજ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ત્રિશોપચાર પુજા, અધોર હોમ અને ઉતમ મંત્ર અને પુણર્હિુતિ (બીડ) હોમ અને આરતી સાથે પ્રતિષ્ઠા મહોત્સવની ડાંગર પરીવારના ભુવા નાજાભાઈ દેવરાજભાઈ ડાંગર, હીરાભાઈ મલાભાઈ મંઢ તેમજ આચાર્ય શાસ્ત્રી પરેશભાઈ ઠાકર ધ્વારા હિન્દુ શાસ્ત્રોકવિધિ ધ્વારા શ્રી ચામુંડા માતાજી મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પુણર્હિુતી કરવામાં કરવામાં આવી હતી
હમાપર ગામે શ્રી ચામુંડા માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે ગુજરાતના જાણીતા સાહીત્યકાર દેવાયત ખવડ અને ભજનીક પરેશદાન ગઢવીના ભવ્ય સંતવાણીના કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં ડાંગર પરીવારના તમામ સભ્યો, આજુબાજુથી પધારેલા શ્રધ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રસિધ્ધ કલાકારોના સંતવાણીના કાર્યક્રમનો લાભ લીધો હતો
હમાપર ગામે ડાંગર પરીવાર ધ્વારા યોજાયેલ ભવ્ય શ્રી ચામુંડા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ અકિલ સાંધ્ય દૈનિકના મોભી કીરીટભાઈ ગણાત્રા, ધ્રોલ-જોડીયા-કાલાવડના ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જામનગર આહીર સેના જીલ્લાના પ્રમુખ અને આદેશ ક્ધસ્ટ્રકશનના સંચાલક ગીરીશભાઈ ડેર, ગુજરાત પ્રદેશ સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રમુખ વિજયભાઈ વાંક, કચ્છના જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચરેમેન ઘેલાભાઈ દાનાભાઈ, રાજકોટના બળદેવભાઈ ડાંગર, જામનગર જીલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ જાડેજા, રાજકોટના સેવાભાવી તરીકે જાણીતા એવા તુલશીભાઈ ડાંગર સહીતના મહેમાનો સહીતના મહાનુભવો, સંતો-મંહતો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા
આમ ધ્રોલના હમાપર ગામે ચામુંડા માતાજીના ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ત્રણ દિવસ સુધી હમાપર ગામ ધુવાણાબંધ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા બપોર અને સાંજના સમયે રાખવામાં આવેલ મહા પ્રસાદનું હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો અને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાંગર પરીવારના વડીલો, યુવાનો જહેમત ઉઠાવી હતી ત્યારે ચામુંડા માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ડાંગર પરીવાર તેમજ તમામ ભકતજનોને મોટી સંખ્યામાં ઉમટી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં ED ટીમ પર હુમલો, ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ લોકોએ કર્યો હુમલો
March 10, 2025 09:31 PMજામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળું
March 10, 2025 07:04 PMમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech