શહેરમાં નવી 53 આંગણવાડી બનાવવા માટે ા.6.36 કરોડ મંજુર કરતી સરકાર

  • September 21, 2023 01:38 PM 

મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ સરકારમાં સતત રજૂઆત કરતા કુલ 100 આંગણવાડીમાંથી જામનગરને 53 આંગણવાડી માટેનો ખર્ચ મંજુર કર્યો


જામનગર શહેરમાં આંગણવાડી બનાવવા માટે સરકારમાં સતત રજૂઆત કરવામાં આવતી હતી, જામનગરના મ્યુ.કમિશ્નર અગાઉ આઇસીડીએસમાં હતાં ત્યારે શહેરને નવી 53 આંગણવાડી મળે તે માટે તેઓના સઘન પ્રયાસથી ગઇકાલે રાજય સરકારે જામનગર માટે 53 આંગણવાડી મંજુર કરી છે અને તે માટે ા.6.36 કરોડ ફાળવ્યા છે.


જામનગરમાં હાલમાં 309 જેટલી આંગણવાડી છે જેમાં 60 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે, મ્યુ.કમિશ્નર દ્વારા અગાઉ સતત રજૂઆત કરવામાં આવી હતી કે, જામનગરમાં વધુ આંગણવાડીની ખાસ જર છે, સરકારે રાજયમાં 100 આંગણવાડી મંજુર કરી છે જેમાં જામનગરને એકી ઝાટકે 53 આંગણવાડી મંજુર કરી દેવામાં આવી છે અને તે માટેનો ખર્ચ ા.6.36કરોડ પણ મંજુર કર્યો છે જે થોડા સમયમાં જ આવી જશે. એક આંગણવાડી માટે ા.12 લાખનો ખર્ચ થાય તેવી શકયતા છે ત્યારે કુલ 53 આંગણવાડી બનાવવા માટે આ ખર્ચ થશે.


શહેરમાં કોર્પોરેશન સંચાલીત આંગણવાડીઓમાં બાળકોને વધુને વધુ પોષ્ટીક આહાર મળે તે માટે કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અવારનવાર બાળકોને અપાતા ભોજન ઉપર પણ ચેકીંગ કરવામાં આવે છે, સરકારની ગાઇડલાઇન મુજબ વધુને વધુ સુવિધા મળી રહે તે માટે કોર્પોરેશન પણ પ્રયત્નશીલ છે ત્યારે 309 આંગણવાડી કાર્યરત છે અને બાકીની નવી 53 આંગણવાડી બનાવવા માટે સરકારે ખર્ચ મંજુર કર્યો છે ત્‌યારે આગામી દિવસોમાં આ નવી આંગણવાડી બનશે અને વધુ બાળકોને સમાવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application