રણોત્સવમા ફુડ સેફટી અને ફાયર એન ઓ સીને લઈ સરકાર કડક વલણ અખત્યાર કર્યુ છે.રણોત્સવ દરમિયાન અવારનવાર ખાધ વાનગીઓમાં પણ ભેળસેળની બૂમ પડી છે તેને ધ્યાનમાં રાખતા સરકારે રણ ઉત્સવના વિવિધ સ્થળે ફાયર વિભાગ દ્રારા મોનિટરીંગ અને એનઓસી માટે ખાસ તાકીદ કરી છે. તે સાથે ફડની ગુણવત્તાની ચકાસણીની જવાબદારી પણ જિલ્લ ા વહીવટી તંત્રને સોંપી છે. તો બીએસએફ ચેક પોસ્ટથી સફેદ રણ સુધી જવા માટે સ્થાનિકો દ્રારા ઉંટ લારીની વ્યવસ્થા કરાવવા તંત્રને જણાવાયું છે.
કચ્છમાં ધોરડો ખાતે રણોત્સવ અંતર્ગત ૧૧ નવેમ્બરથી ટેન્ટ સિટી અને તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની અનેક પ્રવૃતિઓ યોજાશે. છેલ્લ ા કેટલાક સમયથી રાયમાં વિવિધ સ્થળે બનતા આગના બનાવોમાં સુરક્ષાના સાધનોનો અભાવે દેખાઇ આવ્યો છે અને ખાધ વાનગીઓમાં પણ ભેળસેળની બૂમ પડી છે તેને ધ્યાનમાં રાખતા સરકારે રણ ઉત્સવના વિવિધ સ્થળે ફાયર વિભાગ દ્રારા મોનિટરીંગ અને એનઓસી માટે ખાસ તાકીદ કરી છે. તે સાથે ફડની ગુણવત્તાની ચકાસણીની જવાબદારી પણ જિલ્લ ા વહીવટી તંત્રને સોંપી છે.
કચ્છમાં ૨૦૦૫થી શ થયેલા રણોત્સવ નિહાળવા દેશ અને દુનિયામાંથી પ્રવાસી આવતા હોય છે. ધોરડો વિલેજને વલ્ર્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્રારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર પણ કરાયું છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓના ધસારાને જોતા વિશેષ સુવિધાનું આયોજન કરાતું હોય છે. ૧૧ નવેમ્બરથી ૧૫ માર્ચ–૨૦૨૫ સુધી ટેન્ટ સિટી અને ૧ ડિસેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી–૨૦૨૫ સુધી અન્ય પ્રવૃત્તિઓમાં ક્રાટ સ્ટોલ, ફડ સ્ટોલ, સફેદ રણ ખાતે કલ્ચરલ પ્રોગ્રામ વિગેરે પણ યોજાશે. ઉધોગ વિભાગ દ્રારા આ માટે પ્રવાસન નિગમને આયોજન માટે નોડલ તરીકે કામગીરી સોંપાઇ છે. જે તમામ વિભાગો સાથે સંકલનની કામગીરી, ટેન્ડર એજન્સી સાથે આંતરમાળખાકીય સુવિધા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરેનું આયોજન કરશે.
કચ્છના જિલ્લ ા વહીવટી તંત્રને રણોત્સવ ખાતે મહાનુભાવોથી લઇને પ્રવાસીઓની મુલાકાત દરમિયાન ટ્રાફિક નિયમન, કાયદો–સલામતીની જાળવણી, ધોરડો અને સફેદ રણ માટે લેન્ડ યુઝ સહિતની જરી મંજૂરી આપવા અને તબીબી ટીમ અને ફાયર ફાઇટની સુવિધા પણ સતત રાખવા જણાવાયું છે.
રણોત્સવના સ્થળે ફાયર વિભાગ દ્રારા મોનિટરીંગ અને તે માટેનું એનઓસી આપવા ખાસ તાકીદ કરાઇ છે.બીએસએફ ચેક પોસ્ટથી સફેદ રણ સુધી જવા માટે સ્થાનિકો દ્રારા ઉંટ લારીની વ્યવસ્થા કરાવવા તંત્રને જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech