પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે ગુરુવારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ આંદોલનકારી ડૉક્ટરને મળ્યા હતા. રાજ્યપાલે અજ્ઞાત બદમાશો દ્વારા તોડફોડ કર્યા પછી પરિસ્થિતિનો તાગ મેળવવા આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં કહ્યું કે, 'તમને ન્યાય મળશે, હું તમારી વાત સાંભળવા આવ્યો છું. હું તમારી સાથે છું, આપણે લડીશું, અને જીતીશું.
આવા ઘૃણાસ્પદ કૃત્યો હવે થવા દઈએ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યું, 'અમે હવે રાજ્યમાં અમારી બહેનો સાથે આવા ઘૃણાસ્પદ કૃત્યો થવા દઈશું નહીં. અમે બધા તમારી સાથે છીએ. આપણે દરેક જગ્યાએ તેની સામે લડીશું.
હું તમારી સેવામાં સમર્પિત છું
આ મામલે ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપતાં ગવર્નર બોઝે કહ્યું, 'અમે સાથે મળીને કામ કરીશું, હું તમારી સેવા માટે સમર્પિત છું, આ બંગાળ સમાજને એવો સમાજ બનાવવો જોઈએ જ્યાં એક મહિલા ખુશીથી જીવી શકે.'
હું તમારી સાથે ચર્ચા કરીશ અને તમારો અભિપ્રાય લઈશ
જ્યારે વિદ્યાર્થીઓએ તેમને મેડિકલ કોલેજ કેમ્પસમાં તોડફોડ કરનાર ટોળાની ક્રિયાઓ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'મને પોલીસ પાસે જવા દો અને પરિસ્થિતિનો અભ્યાસ કરવા દો, હું તમારી સાથે ચર્ચા કરીશ અને તમારો અભિપ્રાય લઈશ અને તે બાદ કાર્યવાહી કરશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech